નવજીવન ન્યૂઝ.ઉદયપુરઃ આજે બપોરે ઝુંઝુનુ-ઉદયપુરવતી રોડ પર લીલોન કી ધાની પાસે સિમેન્ટથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી અને પીકઅપ વચ્ચે અક્સમાત સર્જાયો હતો. આ અક્સમાતમાં 11 લોકોના કરુણ મોત થયા હતા. તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘાયલોને ઝુંઝુનુની બીડીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગુધાગૌડઝી શહેરની બહાર સ્ટેટ હાઈવે 37 પર પિકઅપ મુસાફરોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાઈ હતી. અકસ્માતમાં પીકઅપમાં સવાર 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ પીકઅપ પલટી ગઈ હતી. મુસાફરો પીકઅપની નીચે ફસાઈ ગયા હતા. આ કારણે મોટાભાગના મૃત્યુ પામ્યા છે.જ્યારે ત્રણનું ઝુંઝુનુની સરકારી બીડીકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત સમયે પીકઅપમાં લગભગ 20 લોકો સવાર હતા.
અકસ્માત બાદ તમામને ગુધાગૌડી સીએચસીમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ મહિલા સહિત 8 લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઘાયલોને બીડીકે હોસ્પિટલમાં રીફર કરાયા હતા. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. થોડા સમય પછી અહીં બે લોકોના મોત થયા હતા. એકને જયપુર રેફર કરવામાં આવ્યો હતો પરંતુ તેનું પણ રસ્તામાં જ મોત થયું. ખેતરી વિસ્તારના હીર કી ધાની (કૃષ્ણ નગર)ના પરિવારના એક સભ્યના મૃત્યુ બાદ તમામ લોકો તેરમીની ધાર્મિક વિધિ કરવા ઉદયપુરવતી નજીક લોહરગલ ગયા હતા. ત્યાંથી તેઓ ધાર્મિક વિધિ કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











