Thursday, June 4, 2026
HomeGeneralસાંસદ મનસુખ વસાવાનો દાવોઃ 1 લાખથી પણ વધુ આદિવાસી પ્રમાણપત્રો ખોટા, ધંધા...

સાંસદ મનસુખ વસાવાનો દાવોઃ 1 લાખથી પણ વધુ આદિવાસી પ્રમાણપત્રો ખોટા, ધંધા રોજગાર માટે થઈ રહ્યા છે ઉપયોગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજપીપળા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રનો મુદ્દો ફરી સામે આવ્યો છે. અગાઉ ભાજપ આદિજાતિ મોરચાની રાષ્ટ્રીય કારોબારીમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ખોટા આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે ચર્ચા કરવા જાહેરમાં અપીલ કરી હતી, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષા સુથારને તો રાજીનામું આપી દેવાની સલાહ પણ એમણે આપી હતી. ત્યારે હવે મનસુખ વસાવાએ ફરી એકવાર આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મુદ્દે ધડાકો કર્યો છે કે ગુજરાતમાં અંદાજીત 1 લાખથી પણ વધુ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો છે.



મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી નરેશ પટેલે આદિવાસી નેતાઓ સાથે ખોટા પ્રમાણપત્રો બાબતે કોંગ્રેસ બીજેપીના આદિવાસી સાંસદો ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા પણ હાજર રહ્યા હતા. ગાંધીનગર ખાતે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં આદિવાસી કોંગ્રેસ ભાજપના નેતાઓ તેમજ આદિવાસી સંગઠનના આગેવાનો સાથે મીટિંગ કરી હતી. જેમાં નિર્ણય લેવાયો કે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રનો મુદ્દો બાંધ છોડ નહિ કરવામાં આવે. પરંતુ ઘણા સાચા આદિવાસીઓને પ્રમાણપત્ર નથી મળ્યા એમને મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ આદિવાસીનું ખોટું પ્રમાણપત્ર લઈ બાંધ છોડ કરવામાં નહિ આવે.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ઘણા ધારાસભ્ય, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો ખોટાં પ્રમાણપત્ર ઉપયોગ કરે છે. સરકારી નોકરીમાં રોજગાર ધંધા તેમજ આદિવાસી સમાજની વિવિધ યોજનાઓનો લાભ લેવા ખોટા આદિવાસી પ્રમાણપત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યના વિવિધ આદિવાસી સંગઠનોને આ મુદ્દે જ વાંધો લીધો છે. સાચા આદિવાસી વિકાસથી વંચિતરહી જાય છે અને ખોટા આદિવાસી પ્રમાણપત્રના આધારે લાભ લઇ જતા હોય છે. આ અટકાવવા સરકાર કડક કાયદો બનાવ્યો છે. અંદાજીત 64 હજારથી વધારે સૌરાષ્ટ્રમાં ખોટા પ્રમાણપત્રના લાભ લઇ રહ્યાં છે. વિશ્લેષણ સમિતિ તટસ્થ રીતે ચેક કરશે તો ખોટા આદિવાસી પ્રમાણપત્ર નીકળી જશે. વિધાનસભાની ચૂંટણી પહેલા ખોટા આદિવાસી પ્રમાણપત્ર મુદ્દો ભારે ગરમાયો છે. આ મુદ્દે વિપક્ષ વિવાદ ન કરે એ માટે સરકાર તાબડતોડ મિટિંગ કરી આદિવાસી સમાજની નારાજગી દૂર કરવા પ્રયત્ન કરી રહી છે.

- Advertisement -

અહેવાલ-તસ્વીર આભારસઃ વિશાલ મિસ્ત્રી





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular