Thursday, June 4, 2026
HomeGeneralઅમદાવાદ: નાકાબંધી કરી રહેલી પોલીસે આદિવાસી વિધ્યાર્થીને લુંટી લીધા, મામલો પહોંચ્યો DCP...

અમદાવાદ: નાકાબંધી કરી રહેલી પોલીસે આદિવાસી વિધ્યાર્થીને લુંટી લીધા, મામલો પહોંચ્યો DCP પાસે જાણો પછી શુ થયુ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): બધી જ પોલીસ ખરાબ નથી, પોલીસના એકસો સારા કામ સામે એક ખોટુ થાય તો સારા કરેલા એકસો કામ ધોવાઈ જાય છે. આવુ જ કઈક અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બન્યુ. મુળ દાહોદના વતની એવા ચાર આદિવાસી વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં એડમીશન લેવા માટે આવી રહ્યા હતા ત્યારે ઓઢવ વિસ્તારમાં નાકાબંધી કરી રહેલી પોલીસે દસ હજારનો દંડ થશે તેમ કહી વિદ્યાર્થીઓના વાલીને માર મારીને તેમની પાસે રહેલા ફિના છ હજાર રૂપિયા લુંટી લીધા હતા. આ વાત ઝોન- 5ના ડીસીપી બળદેવ દેસાઈના ધ્યાન ઉપર આવતા તેમણે બે પોલીસ કર્મચારી અને એક હોમગાર્ડ સામે સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.



મુળ દાહોદના રહેવાસી પંકજભાઈ પણદા તેમના દિકરા સહિત અન્ય ત્રણ આદિવાસી બાળકોને લઈ અમદાવાદ આવી રહ્યા હતા. આ ચારેય બાળકોના ગાંધીનગરમાં ધોરણ-11 અને 12માં એડમીશન કરાવવાના હતા. આ બાળકો સાથે તેમના પિતા પણ બોલેરો કારમાં હતા, આ બોલેરો કાર ઓઢવના વી કે પેટ્રોલપંપ પાસે પહોંચી ત્યારે રસ્તા ઉપર નાકાબંધી કરી રહેલી ઓઢવ પોલીસે કાર રોકી હતી. ફરજ ઉપર રહેલા હોમગાર્ડ મેહુલ ગોવીંદભાઈએ ડ્રાઈવર પાસેનું લાઈસન્સ ચેક કરતા લાઈન્સ પુરુ થઈ ગયુ હતું, આથી તેણે ડ્રાઈવરને દસ હજાર દંડ થશે તેમ જણાવ્યુ હતું. આથી કારમાં રહેલી વ્યકિતઓ આટલા પૈસા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા સાથે રહેલા પોલીસવાળા વિજય બળવંતસિંહ અને દિપકસિંહ ઉદેસિંહે પોતાની પાસે રહેલા દંડા વડે સાથે રહેલા બાળકોના પિતાને દંડા માર્યા હતા.

આથી ડરી ગયેલા આ આદિવાસી બાળકોના પિતાએ કહ્યુ અમારી પાસે ફિ ભરવાના છ હજાર રૂપિયા છે તે આપી છીએ, ત્યાર બાદ પોલીસે તેમની પાસે રહેલા છ હજાર રૂપિયા લઈ લીધા હતા. આ ઘટના બાદ દાહોદના રહેવાસી પંકજભાઈએ પોતાના કોઈ સગાને જાણ કરતા તેમણે માહિતી આપી હતી કે ઓઢવ પોલીસ સ્ટેશનમાં દાહોદના વતની એવા પોલીસ સબઈન્સપેકટર પલાશ ફરજ બજાવે છે, આથી તેમણે પલાશને ફોન કરતા પીએસઆઈ પલાશે નાકાબંધી કરેલી રહેલી પોલીસે ઠપકો આપી છ હજાર પરત આપવા આદેશ આપ્યો હતો જેના કારણે પોલીસે છ હજાર રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ ઝોન -5માં ફરજ બજાવતા ડીસીપી બળદેવ દેસાઈ અગાઉ લીમખેડા ફરજ બજાવતા હોવાને કારણે કોઈએ તેમને લીમખેડાથી આવી ઘટના ઘટી હોવાની જાણકારી આપી હતી.



ડીસીપી દેસાઈએ આ મામલાને ગંભીર ગણી આ ઘટનામાં ભોગન બનેલી વ્યકિતઓને પોતાની ઓફિસમાં બોલાવી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. રક્ષણ કરવાનું કામ કરનારી પોલીસ આદિવાસી વિદ્યાર્થીના ફિના પૈસા પણ લુંટી લે તે અત્યંત શરમજનક બાબત ગણી ડીસીપીએ તરત આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમારને જાણ કરી હતી. એક તરફ અમદાવાદ પોલીસ સામાન્ય નાગરિક સાથે પોલીસનો સુમેળભર્યો વ્યવવહાર હોય તેવી તેવા પ્રયાસ કરી રહી છે, બીજી તરફ કેટલાંક પોલીસવાળા કાયદાના ધજીયા ઉડાવે છે. ગૌતમ પરમારે આ ઘટનામાં કસુરવાર પોલીસ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે પોલીસ સામે ગુનો નોંધાયો તેમજ બાળકો આદિવાસી હોવાને કારણે એટ્રોસીટી એકટ પણ દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -


અભ્યાસ કરવાના ઈરાદે દાહોદ જેવા વિસ્તારમાંથી અમદાવાદ આવી રહેલી બાળકોને પોલીસનો આવો માઠો અનુભવ થયો તેની કોઈ માનસીક અસર બાળકો ઉપર થાય નહીં તે માટે ડીસીપી અને જેસીપીએ બાળકો અને ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ સાથે જમાડયા હતા અને તેમની એડમીશનની પ્રક્રિયામાં મદદ રૂપ થવાની ખાતરી આપી ફુલ આપી નવા જીવનની શુભેચ્છા આપી હતી.





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular