Thursday, June 4, 2026
HomeGeneralહાર્દિક પટેલની પત્રકારો સાથે વાતઃ કેસ પાછા ખેંચાવા ભાજપમાં જશો? ના સવાલ...

હાર્દિક પટેલની પત્રકારો સાથે વાતઃ કેસ પાછા ખેંચાવા ભાજપમાં જશો? ના સવાલ પર જાણો શું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતની રાજનીતીમાં યુવા નેતા ગણાતા હાર્દિક પટેલે ગઈ કાલે ગુજરાત કોંગ્રેસમાંથી પોતાના તમામ પદ અને પ્રાથમિક સભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ આજે તેમણે મીડિયા સમક્ષ આવ્યા હતા અને કોંગ્રેસ સામે ઘણા બધા આક્ષેપો કર્યા હતા. સામાન્ય રીતે જેટલા પણ નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા છે તેમણે કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. આ જોતાં લાગે છે કે કોંગ્રેસને આત્મચિંતન કરવાની જરૂર છે અને દેશની સૌથી જૂની પોલિટિકલ પાર્ટીને ફરીથી ઊભી કરવાની જરૂર છે.



ગઈ કાલે જ્યારે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજુનામું આપ્યું ત્યારે એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે નજીકના સમયમાં તેમણે અન્ય રાજકીય પક્ષમાં જોડાઈ જશે માટે જ તેમણે કોંગ્રેસમાં રાજીનામું આપ્યું છે. અન્ય પક્ષોમાં ભજપોનું નામ મોખરે ચાલી રહ્યું હતું પરંતુ ઘણા લોકોનું તેવું પણ માનવું છે કે તેમણે ગુજરાતની નવી ઊભરી આવેલી આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ શકે છે. આજે હાર્દિક પટેલે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં તેમણે આ બધી ચર્ચાનો અંત લાવતા જણાવ્યુ હતું કે ભવિષ્યમાં જે પણ પક્ષમાં જોડાઈશ તેની આપને જાણ કરીશ.

હાર્દિક પટેલે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, “મે કોંગ્રેસમાં બે વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે તેમ છતાં કાર્યકારી પ્રમુખ તરીકે મને કોઈ કામગીરી સોંપવામાં નથી આવી. કોંગ્રેસમાં ખૂબ મોટી જાતિવાદની રાજનીતિ ચાલે છે. કોંગ્રેસે અમારા આંદોલનનો ઘણો ફાયદો ઉઠાવ્યો છે. કોંગ્રેસ માત્ર લોકોનો ઉપયોગ કરીને ફેંકી દે છે તે પછી નરહરિ અમિન હોય કે ચીમનભાઈ પટેલ હોય તમામ દિગ્ગજ નેતાઓને કોંગ્રેસમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. જ્યારે કોઈ પણ કોંગ્રેસમાં સાચી વાત કરે ત્યારે કોંગ્રેસનાં જ કેટલાક નેતાઓ તેમણે બદનામ કરવાનું કામ કરે છે.”



તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “ગુજરાતમાં માત્ર હાર્દિક પટેલ જ કોંગ્રેસથી નારાજ છે તેવું નથી, ગુજરાત કોંગ્રેસનાં અસંખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસથી નારાજ છે. જ્યારે પણ કોઈ નેતા કોંગ્રેસમાં મજબૂત બને છે ત્યારે કેટલાક ચોક્કસ નેતાઓ દ્વારા તેમણે હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. માત્ર 7થી 8 લોકો જ કોંગ્રેસને ચલાવે છે, અમારા જેવા નેતાઓ જે રોજ લોકોની વચ્ચે રહે છે, 500-600 કિલોમીટર અંતર કાપીને લોકસંપર્ક કરે છે તેમને ખોરવી નાખવાનો પ્રયાસ કરે છે.”

- Advertisement -

જ્યારે હાર્દિક પટેલને પોતાના ઉપર થયેલા કેસ પાછા ખેચાવવા માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છો તેવો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે કેસ તો કોંગ્રેસમાં જોડાયો ત્યારે પણ હતા જ જો માત્ર કેસ પાછા ખેચાવવા જ ઉદેશ્ય હોત તો કોંગ્રેસની જગ્યાએ તે સમયે જ ભાજપમાં જોડાઈ ગયો હોત. મને ન્યાય તંત્ર ઉપર ભરોસો છે. અત્યારે ભાજપ કે આપમાં જોડાવાનો કોઈ નિર્ણય મે કર્યો નથી, પરંતુ જ્યારે પણ નિર્ણય કરીશ ત્યારે ગર્વથી કહીશ.






સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular