નવજીવન ન્યૂઝ.રાજકોટ: Rajkot Crime News: પ્રેમી યુગલોની કહાણીઓ સામે આવવી આજકાલ કોઈ નવી વાત નથી, પણ કેટલાક કિસ્સાઓમાં પ્રેમ (Love)એટલો ઘાતક થઈ જાય છે કે પ્રેમના કારણે હત્યા જેવા ગંભીર અપરાધો પણ થઈ જતાં હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં (Rajkot) કિશન નામના એક યુવકની હત્યા (Youth Murder) થઈ હતી, જેના આરોપીઓને પોલીસે (Rajkot Police) ઝડપી પાડ્યા છે. પોલીસ સામે આવેલી વિગતો મુજબ આ ઘટનામાં મુખ્ય આરોપી કિશનની પત્નીનો પૂર્વ પ્રેમી જ છે.
રાજકોટમાં 3 તારીખને શુક્રવારના રોજ કિશન ડોડીયા નામના 21 વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ગતરોજ રવિવારના દિવસે કિશનની પત્નીના પૂર્વ પ્રેમી હિરેન પરમાર સહીતના તેના ત્રણ મિત્રોની હત્યાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ હિરેન પરમાર, કિશન થાપા, ઉદય બગડા અને ગૌતમ સોલંકી તરીકે થઈ છે. તેમના પર કિશન ડોડીયાની હત્યા અને ગુનાહિત ષડયંત્રનો આરોપ મુકવામાં આવ્યો છે. મળતી માહિતી કિશનની પત્ની રાધિકા તેના લગ્ન પહેલા હિરેન સાથે સંબંધમાં હતી. હિરેન સાથે સંબંધ તોડ્યા બાદ રાધિકાએ કિશન સાથે લગ્ન કર્યા હતા. પોલીસને આપેલી ફરિયાદમાં રાધિકાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન પછી પણ હિરેન તેને કિશનને છોડીને તેની સાથે જવાનું કહીને હેરાન કરતો હતો, લગભગ ચાર મહિના પહેલા હિરેન અને તેના સાથીઓએ કિશનના ઘરમાં કથિત રીતે તોડફોડ કરી હતી.
શુક્રવારના રોજ જ્યારે કિશન ગોકુલધામ સોસાયટીના ગેટ પાસે ચા પી રહ્યો હતો તે સમયે હિરેન અને તેના ત્રણે મિત્રો દ્વારા કિશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ શનિવારના રોજ તેનું મોત નીપજયું હતું. જેના પગલે પત્ની રાધિકાએ ઉલ્લેખિત ચારે આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. માલવિયાનગર પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચારેય આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેઓ ઓછામાં ઓછા એક અથવા વધુ કેસોમાં આરોપી છે. જ્યારે ઉલ્લેખનીય છે કે મૃતક કિશન સામે પણ ફોજદારી કેસ પેન્ડિંગ હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








