Monday, January 20, 2025
HomeGujaratRajkotરાજકોટમાં મહિલાનું હાર્ટ એટેક આવતા મૃત્યુ, જન્મદિવસ બન્યો મરણ દિવસ

રાજકોટમાં મહિલાનું હાર્ટ એટેક આવતા મૃત્યુ, જન્મદિવસ બન્યો મરણ દિવસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં સૌરાષ્ટ્રમાં પણ સતત હાર્ટ એટેકના કારણે નાની વયના યુવાનો જીવ ગુમાવતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આજે રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. મહિલાના જન્મદિવસે જ મહિલાને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. જેથી મહિલાનો જન્મદિવસ જ મહિલાનો મરણ દિવસ બન્યો હતો. મહિલાનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના આજીડેમ ચોકડી વિસ્તારમાં અનમોલ પાર્કમાં રહેતા ધર્મેશ ઉર્ફે ડીજે અકી રાઠોડના પત્ની નિશિતા રાઠોડનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા. પત્ની નિશિતાનો જન્મ દિવસ હોવાતી પરિવારમાં ખુશીનો માહોલ હતો. તેમની બંને દિકરીઓ પણ ખૂબ ખુશ હતી. પરંતું આચાનર ખુશીનો દિવસ માતમમાં બદલાઈ જશે તેવો ક્યાં કોઈને ખ્યાલ હતો. બપોરના સમયે નિશિતા જ્યારે ઘરે રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે તેમની તબિયત અચાનક લથડી હતી.

- Advertisement -

નિશિતાબેનની તબીયત લથડતાં તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું નિધન થયું હતું. નિશિતાના 36માં જન્મદિવસે જ તેણીનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે તેમની દિકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા નિશિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાના ગર્ભાશયની કોથળી ફાટી જતાં હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. મૃતક મહિલાને સંતાનમાં 12 અને 7 વર્ષની બે દીકરીઓ છે. જે બંને દીકરીઓએ નાની ઉંમરમાં જ માતમાતાની છત્રછાયા ગુમાવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular