Friday, May 1, 2026
HomeGeneralરાજકોટના રાજવી ભાઈ બહેનનો જમીનનો વિવાદ ફરી વકર્યોઃ 224 કરોડની જમીનનો કેસ...

રાજકોટના રાજવી ભાઈ બહેનનો જમીનનો વિવાદ ફરી વકર્યોઃ 224 કરોડની જમીનનો કેસ ફરી ચલાવવા આદેશ

- Advertisement -

નવજીવન.રાજકોટઃ રાજકોટના રાજવી પરિવારના ભાઈ બહેન વચ્ચે ચાલતા જમીન વિવાદ મામલે કેસ ડેપ્યૂટી કલેક્ટરની કોર્ટમાં ચાલી જતા મામલતદારે કરેલી નોંધ નામંજુર કરાઈ છે. જમીનની વારસાઈના મામલામાં આ નવો વળાંક છે. પૂર્વ રાજવી સ્વ. મનોહરસિંહની 3 જમીનના વારસા માટે હાલમાં રાજવી માંધાતાસિંહે કરેલી વારસાઈ નોંધ સામે તેમના બહેન અંબાલિકાદેવીએ વાંધો મુક્યો છે. આ ત્રણ જમીનમાં 120630 ચો.મીની રાંદરડા લેક ફાર્મ, 7993 ચો.મીની રાંદરડા લેક ફાર્મને લાગુ જમીન, કુવાડવા રોડ પરની 1214 ચો.મી જમીનનો સમાવેશ થાય છે. જેની કુલ માર્કેટ વેલ્યૂ 224 કરોડ આસપાસની છે જેમાં અનુક્રમે 210 કરોડ, 11થી 12 કરોડ અને 2થી 2.25 કરોડની અંદાજીત માર્કેટ રેટ પ્રમાણેની જમીનો છે.



- Advertisement -

આ જમીનના વારસદાર તરીકે રાજકોટના રાજવી માંધાતાસિંહે 5 વારસદારો સાથે ઓનલાઈન વારસાઈ નોંધ કરાવવા રાજકોટના પૂર્વ મામલતદાર દ્વારા વારસાઈ દાખલ કરાવી હતી. જેની વાંધા અરજી અંબાલિકાદેવીએ કરી હતી. વારસાઈના મામલે તેમને કોઈ નોટિસ મળી નથી તેવો તેમનો દાવો હતો. જે નોધ નામંજુરીનો હુકમ મામલતદારે કર્યો હતો. આ કેસ પ્રાંત અધિકારી એસ એમ ગઢવીની કોર્ટમાં ચાલી જત મામલતદારે કરેલી ઉપરોક્ત જમીનોની નોંધને રદ્દ કરી રેકોર્ડ ઓફ રાઈટ્સના ધોરણે રાજકોટ શહેર પૂર્વ મામલતદારને ફરી કેસ ચલાવવા આદેશ કર્યો છે. નારાજ પક્ષકાર હુકમ મળ્યાના 60 દિવસમાં કલેક્ટર સામે અપીલ કરી શકે છે.

આ બાબત અંગે માંધાતાસિંહનું કહેવું છે કે, બહેન અંબાલિકાદેવીની વાત હતી કે, વારસાઈ નોંધ પડે તો તેમાં અમને વાંધો નથી. આથી કોઈ તકરાર ન હોવાથી ડેપ્યુટી કલેક્ટરે વારસાઈ નોંધ પાડવા માટે મામલતદારને ડિરેક્શન આપ્યું છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular