જય અમીન (નવજીવન.શામળાજી): અમદાવાદમાં ખ્યાતનામ પોપ્યુલર બિલ્ડર્સ પરિવાર સતત વિવાદોથી ઘેરાયેલો રહે છે. પુત્રવધુને શારીરિક અને માનસિક ત્રાસ આપતા પુત્રવધુએ પોપ્યુલર બિલ્ડર્સના પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોપ્યુલર બિલ્ડરર્સના સતત કારનામા બહાર આવી રહ્યા છે. જાણે વિવાદ પોપ્યુલર બિલ્ડરર્સ એક બીજાનો પર્યાય બની રહ્યો હોય તેમ સતત પોપ્યુલર બિલ્ડરર્સ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યું છે, ત્યારે પોપ્યુલર બિલ્ડરર્સના પુત્ર અને પુત્રવધુ રાજસ્થાનમાંથી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી નશામાં ધૂત બની લકઝુરિયસ કાર હંકારતા રતનપુર ચેકપોસ્ટ નજીકથી શામળાજી પોલીસ અને એલસીબી પોલીસે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. નશામાં ધૂત બની કાર હંકારતો યુવક અને તેની પત્ની પોપ્યુલર બિલ્ડરર્સના પુત્ર-પુત્રવધુ હોવાનું શામળાજી પોલીસે જણાવ્યું હતું.
રાજસ્થાનમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી અમદાવાદના નામાંકિત પોપ્યુલર બિલ્ડરર્સના પુત્ર-પુત્રવધુને દારૂના નશામાં ચકચૂર બની ગુજરાતમાં પ્રવેશ કરતા જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. અમદાવાદ સેટેલાઈટ વિસ્તારના પોપ્યુલર પાર્કમાં રહેતા પ્રિયેશ રમણભાઈ પટેલ તેની પત્ની કોમલ પટેલ વોલ્વો કારમાં રાજસ્થાન તરફથી દારૂ ઢીંચી નશામાં ચકચૂર બની શનિવારે રાત્રે રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં પ્રવેશતા નશામાં ચકનાચૂર બની બેફામ કાર હંકારતા થર્ટી ફર્સ્ટની ચેકિંગમાં રહેલી શામળાજી પોલીસ અને એલસીબી પોલીસે કાર અટકાવી કારમાં સવાર પ્રિયેશ પટેલ અને કોમલ પટેલને બ્રેથ એનલાઈઝર મશીનથી ચેક કરવાનું જણાવતા બંને કોરોના સંક્રમણનું બહાનું બતાવતા હતા. જોકે પોલીસને દંપતી નશામાં હોવાનું જણાતા પોલીસે રાબેતા મુજબ બંનેનું મોઢું સૂંઘી તેમજ વાહન ચલાવતા પતિ-પત્ની લથ્થડીયા ખાતા આખરે શામળાજી પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટ અને એમવી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પોપ્યુલર બિલ્ડર્સના પુત્રવધુ કોમલ પટેલના શામળાજી પોલીસે રાત્રે અને પ્રિયેશ પટેલને સવારે જામીન પર છોડ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણકારી મળી હતી. જોકે તેની સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












