Friday, December 1, 2023
HomeGujaratRajkotરાજકોટના સરધાર પાસે ગમખ્વાર અકસ્માત, એકસાથે પાંચ વ્યક્તિઓ મોતને ભેટતા માતમ છવાયો

રાજકોટના સરધાર પાસે ગમખ્વાર અકસ્માત, એકસાથે પાંચ વ્યક્તિઓ મોતને ભેટતા માતમ છવાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: દેશભરમાં અને ગુજરાતમાં જન્માષ્ટમીના પાવન તહેવારની ઉજવણી થઈ રહી છે. અકસ્માતો પોતાનું વરવું રૂપ બતાવ્યા કરે છે. લોકો શ્રીકૃષ્ણની આરાધનામાં લીન છે, ત્યારે રાજકોટના (Rajkot) સરધાર પાસે છકડા અને એકસાથે ત્રણ મોટર સાયકલ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતે (Accident) 5 લોકોને મોતના મુખમાં ધકેલી દેતાં માતમનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના સરધાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ છે. રાજકોટના સરધાર પાસે ભૂપગઢ રોડ પર લીલીસાજળીયાળી ગામે ગઈકાલે સાંજે છકડો અને ત્રણ મોટર સાયકલ વચ્ચે અકસ્માત થતાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છકડા અચાનક પલટી મારતા છકડો ત્રણ મોટર સાયકલ સાથે અથડાતા અકસ્માતની ઘટના બની છે.

- Advertisement -

અકસ્માતમાં જીવ ગુમાવનાર પાંચ વ્યક્તિઓ પૈકી ત્રણ ખેતમજૂર તથા અન્ય બે વ્યક્તિઓ સ્થાનિક રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મોતને ભેટનારા પાંચેય વ્યક્તિઓ લીલીસાજળીયાળી ગામના છે. એકસાથે પાંચ વ્યક્તિઓ અકસ્માતમાં મોતને ભેટતા લીલીસાજળીયાળી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular