નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) ફરી એક વાર હથિયારનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ LCB ઝોન 7ની ટીમ દ્વારા સમગ્ર હથિયારના રેકેટનો (Arms Racket) પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસને માહિતી એક હથિયારની મળી હતી પરંતું તપાસ દરમિયાન 10 હથિયારો મળી આવ્યા છે, સાથે 6 આરોપીની ધકપકડ કરી છે. જ્યારે એક આરોપીને વોન્ટેન્ડ જાહેર કરવામાં આવ્યો છે. મુળ મધ્યપ્રદેશથી સમગ્ર હથિયારનું રેકેટ ગુજરાતમાં ચાલતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જે પ્રકારે અમદાવાદમાંથી છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર હથિયારો ઝડપાઈ રહ્યા છે, તે જોતા અમદાવાદના યુવાનોમાં પણ ગન કલ્ચર શરૂ થઈ રહ્યું હોય તે વાતને નકારી શકાય નહીં.
અમદાવાદ LCB ઝોન 7ના પોલીસ કોન્સટેબલ મુળુભાઈ અને અંજુમઅલીને માહિતી મળી હતી કે, વિશાલા સર્કલ નજીક એક વ્યક્તિ પાસે હથિયાર છે. માહિતીના આધારે પોલીસ તપાસ કરતાં વટવાના શાહનવાજ શેખ પાસેથી એક પિસ્ટલ મળી આવી હતી. પોલીસે આ હથિયાર અંગે પુછપરછ કરતાં હથિયાર ગેરકાયેદસર હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પુછપરછ આ હથિયાર વટવાના સમીર પઠાન પાસેથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વટવામાંથી સમીરને ઝડપી પાડ્યો હતો. સમીર મુળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને હાલ અમદાવાદના વટવા વિસ્તારમાં ભાડે મકાર રાખીને રહેતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સમીરની પુછપરછ કરતાં આ હથિયાર તે મધ્યપ્રદેશથી આફતાફ પાસેથી ખરીદીને ગુજરાત લાવતો હોવાનો ખુલાસો કર્યો હતો. જે હથિયાર સમીર મધ્યપ્રદેશથી લાવ્યો હતો, તે હથિયાર અમદાવાદના જમાલપુરના ફરહાન પઠાણને વેચ્યા હતા. પોલીસે ફરહાનના ઘરે તપાસ કરતાં તેના ત્યાંથી 5 હથિયાર મળી આવ્યા હતા. જ્યારે અન્ય હથિયાર ફરહાને તેના મામા અને ફોઈના દિકરા ઉજેરને બે હથિયાર અને ઝેદને એક હથિયાર આપ્યા. આ બંને પણ જમાલપુરના રહેવાસી છે. આમ LCB ઝોન 7ની ટીમે એકબાદ એક કડી મળતાં સમગ્ર હથિયાર રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી હતી. પોલીસે કૂલ 9- પિસ્ટલ , 1- રિવોલ્વર, 61- કારતુસ, 3- મેગેઝીંન સાથે 6 આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે એક ફરાર આરોપીને વોન્ટેન્ડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે જે આરોપીને ઝડપ્યા છે તે મોટા ભાગના જમાલપુરના રહેવાસી છે. આરોપીઓ હથિયાર 25થી 30 હજારમાં વેચાણ કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. હાલ મધ્યપ્રદેશનો મુખ્ય આરોપી ફરાર છે. જેની ધરપકડ બાદ સામે આવશે કે, મધ્યપ્રેદેશથી કૂલ કેટલા હથિયારો આ પ્રકારે ગુજરાતમાં વેચવામાં આવ્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








