નવજીવન ન્યૂઝ. અમદાવાદ: પુત્રી જ્યારે 11 વર્ષ અને 11 મહિનાની હતી, ત્યારે તેના સગા પિતાએ જ તેની પર દુષ્કર્મ કર્યું હતું. જેને લઈ લોકોનો ભારે રોષ ઉભો થયો હતો. તેમજ લોકએ ફિટકાર વરસાવી હતી. આ મામલો હાલ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ સુનાવણીમાં હતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટે મેડિકલ રિપોર્ટ બાદ આ ગર્ભપાત કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે 27 અઠવાડિયાના ગર્ભ સાથેની આ પીડિતાને ગર્ભપાત (Abortion) કરવાની મંજુરી આપી હતી.
મળતી વિગતો અનુસાર, આ કેસમાં પીડિતા 11 વર્ષ અને 11 મહિનાની હતી, ત્યારે તેના પિતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેથી તેણીને ગર્ભ રહી ગયો હતો. આ મામલાની જાણ તેની માતાને થતા તેણે આ મામલે નર્મદા પોલીસ (Narmada Police) મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ઘટના સંદર્ભે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીના પિતાને ઝડપી લીધો હતો. હવે આ મામલામાં કોર્ટે પીડિત માસૂમ દીકરીને ગર્ભપાત કરવાની પરવાનગી આપી છે. ગુજરાત હાઈકોર્ટનો આ એક વધુ મહત્વનો આદેશ કહી શકાય તેમ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








