Sunday, July 5, 2026
HomeGeneralરાજકોટ: કોંગ્રેસ પાસે બચ્યા માત્ર 2 કોર્પોરેટર, હવે કોઈ ફૂટયું તો ગુમાવવું...

રાજકોટ: કોંગ્રેસ પાસે બચ્યા માત્ર 2 કોર્પોરેટર, હવે કોઈ ફૂટયું તો ગુમાવવું પડશે વિપક્ષ પદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ રાજકીય રંગ જામતો જાય છે. તેવામાં છૂટની પહેલા જ કોંગ્રેસ દિવસેને દિવસે તૂટતી દેખાઈ રહી છે. ઉપરાંત રાજકોટ મનપામાં હવે વિપક્ષ પદ પણ ગુમાવવું પડી શકે તેમ છે.



રાજકોટના બે દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ અને વસરમ સાગઠિયાએ કોંગ્રેસમાંથી છેડો ફાડીને આપમાં જોડાયા હતા સાથે જ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કોમલબેન બારાઈએ પણ આપનો ખેસ ધારણ કર્યો છે. રાજકોટ મનપામાં કોર્પોરેટરની કુલ 72 બેઠક છે. જેમાંથી 68 બેઠક પર ભાજપ અને 4 બેઠક કોંગ્રેસની હતી. પરંતુ હવે વસરમ સાગઠિયા અને કોમલબેનને કોંગ્રેસને અલવિદા કરતાં હવે સંખ્યા 2 પર આવી ગઈ છે. હવે જો કોઈ એક કોર્પોરેટર પક્ષ સાથે છેડો ફાડે તો કોંગ્રેસને વિપક્ષ પદ ગુમાવી પડી શકે તેમ છે.

રાજકોટના કોર્પોરેટર મકબુલ દાઉદાણી પણ કોંગ્રેસને અવિદા કરી શકે તેવી ચર્ચા લોકમુખે થઈ રહી છે. જો આવું થાય તો આમ આદમી પાર્ટી વિપક્ષીનું પદ છીનવી શકે છે. આપમાં જોડાયેલા બન્ને કોર્પોરેટરો આપના નિશાન પર ચૂંટાયા નથી છતાં હવે આ બંને કોર્પોરેટર આગામી જનરલ બોર્ડમાં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. તેવામાં ચૂંટણી વિભાગના સૂત્રો અનુસાર જેતે પક્ષના ચિહ્ન પર ચૂંટણી જીતનાર ચૂંટાયેલા કૂલ સભ્યોમાં એક તૃતિયાંશ એટલે કે ત્રીજા ભાગ કરતા ઓછા સભ્યો પક્ષપલ્ટો કરે તો પક્ષાંતર ધારા હેઠળ તેઓને કોર્પોરેટર પદે ગેરલાયક ઠેરવી શકાય છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular