નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજ્યમાં રખડતા ઢોરને લઈને ગુજરાત હાઈકોર્ટે (Gujarat HighCourt) આકરા વલણ અપનાવ્યા હતા. તેમ છતાં રાજ્યમાં ઢોરના આંતક બંધ થવાનું નામ નથી લઈ રહ્યુ. રોજબરોજ રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક અઠવાડીયા દરમિયાન રખડતા ઢોરની કારણે આજે અકસ્માતનો બીજો બનાવ સામે આવ્યો છે. શહેરમાં આજે રખડતા ઢોરની અડફેટે બે મહિલા પોલીસકર્મીઓ આવ્યા છે.
રાજકોટમાં આજે રખડતાં ઢોરનો ભોગ મહિલા પોલીસકર્મી બન્યા છે. શહેરના મવડી હેડ ક્વાર્ટરમાં પરેડ પતાવીને મહિલા પોલીસકર્મીઓ ઘરે જઈ રહ્યાં હતા તે સમયે પોલીસ હેડ કોટર્સમાં ઢોરએ અડફેટમાં લીઘા હતા. ઢોરે મહિલા પોલીસને અડફેટે લેતા મહિલા પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બાબતે પોલીસ કોન્સટેબલ રાજૂ ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે, મવડી હેડ ક્વાર્ટર ખાતે આજે પરેડમાં જઈને ઘરે જવા નિકળ્યા તે દરમિયાન પોલીસ હેડ કોટર્સમાં કુતરુ ભસતા ગાય ભડકીને દોડી હતી. ત્યારબાદ મહિલા પોલીસકર્મીના વાહન સાથે ભટકાઈ હતી. જેના કારણે મહિલા પોલીસકર્મીને ઈજાઓ પહોંચતા ફ્રેક્ચર થયું છે. સાથે એક રાહદારી મહિલા પોલીસને પણ ઢોરે અડફેટમાં લેતા તેમને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આજે સવારે 8:30 કલાકે મહિલા પોલીસ પૂજા સદાદિયા અને ગાયત્રી દેવમુરારી પોલીસ મવડી હેડ ક્વાર્ટરમાં પરેડ પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાયે ગાયત્રીબેનના બાઈક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા પોલીસ ઘાયલ થયા હતા. જેમાં ગાયત્રીબેનને હેરલાઇન ફ્રેક્ચર અને તેમના ચાર-પાંચ દાંત તૂટી જતા તેઓ રડી પડ્યા હતા. હાલ ઈજાગ્રસ્ત મહિલા પોલીસને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








