Friday, July 17, 2026
HomeNationalસિક્કિમમાં સેનાની ટ્રક ખાઈમાં પડતા 16 જવાનો શહીદ

સિક્કિમમાં સેનાની ટ્રક ખાઈમાં પડતા 16 જવાનો શહીદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ સિક્કિમમાં ભારતીય સેનાના કાફલા સાથે એક મોટો માર્ગ અકસ્માત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. માર્ગ અકસ્માતમાં ભારતીય સેના (Indian Army) ના 16 જવાન શહીદ થયા છે. સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના ઉત્તર સિક્કિમ (Sikkim)ના ગેમામાં બની હતી. અકસ્માત સર્જનાર વાહનમાં ત્રણ વાહનોનો કાફલો સામેલ હતો. કાફલો સવારે ચાતણથી થંગુ તરફ કૂચ કરી રહ્યો હતો. ત્યારે ઝેમા જવાના માર્ગ પર એક ટ્રક તીવ્ર વળાંક પર ઢોળાવ નીચે ઉતારી ગયો હતો.

PRO ડિફેન્સ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતના જણાવ્યા અનુસાર, જેમાના માર્ગ પર એક વળાંક પર ટ્રક એકદમ ઢોળાવ પરથી નીચે પડી ગયો હતો. જે બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચાર ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો મૃત્યુ પામ્યા હતા. ભારતીય સેના દુખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.

- Advertisement -
માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના 16 જવાન શહીદ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઉત્તર સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં ભારતીય સૈન્યના જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છું, રાષ્ટ્ર તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે ખૂબ જ આભારી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular