નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ડિજિટલ ઈન્ડીયા(Digital India)અને તેના ફાયદાના પ્રચાર પ્રસાર માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર જાહેરાતો કરતી રહે છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રસેસ પ્રવક્તા હિરેન બેંકરે સરકારના દાવાઓ ફગાવતા આક્ષેપ કર્યા છે. જેમાં તેમણે સરકારે લોકસભામાં આપેલા જવાબને ટાંકી કહ્યું હતું કે, સરકાર ગુજરાતના નાગરિકોને સાઈબર સુરક્ષામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.
લોકસભામાં સાયબર સુરક્ષા અંગરે સરકારે આપેલા જવાબને ટાંકી હિરેન બેંકરે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમના ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે. ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશ્યલ મીડિયા, સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુન્હાઓમાં ગુજરાત ૧૫૩૬ ગુન્હાઓ સાથે દેશમાં ૮માં ક્રમાંકે છે. ગુજરાતમાં સાયબર ક્રાઈમમાં ૨૭૪ ટકાનો વધારો નોધાયો છે. વર્ષ ૨૦૧૯માં ૭૮૪ જેટલા ડીઝીટલ ક્રાઈમમાં જે વર્ષ ૨૦૨૧માં વધીને ૧૫૩૬ જેટલા થયા છે. જે બાબત દેશ માટે ખુબ ચિંતાજનક છે. તેમણે ઉમેર્યું હતું કે લોકસભામાં આપવામાં આવેલ સાયબર સુરક્ષાની વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે.
ગુજરાતના સાયબર ક્રાઈમના આંકડાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2017-18માં 458 સાયબર ક્રાઈમ નોંધાયા હતા. તેમજ વર્ષ 2018માં 702, વર્ષ 2019માં 784, વર્ષ 2020માં 1283, વર્ષ 2021માં 1536 સાયબર ક્રાઈમ નોંદાયા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની વાત કરતા તેમણે કહ્યું કે, રાજ્યમાં ઓનલાઈન ફ્રોડ, આર્થીક ગુના અને મહિલા જાતીય સતામણી સહિતના ગુનામાં સતત વધારો નોંધાયો છે. જ્યારે ગુજરાતમા સાયબર ક્રાઈમ માટે ગુન્હાની તપાસ અને કાર્યવાહી કરવા માટે માત્ર 17 સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે.
તદઉપરાંત હિરેન બેંકરે, લોકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રાખવા માટે સરકારે દરેક જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બનાવવા જોઈએ તેવી માગણી કરી હતી.
ક્રમ વર્ષ કેસ નોધાયા પકડાયેલ આરોપીઓ દોષિત વ્યક્તિઓ
૧ ૨૦૧૭ ૪૫૮ ૪૭૨ ૦
૨ ૨૦૧૮ ૭૦૨ ૭૮૬ ૦
૩ ૨૦૧૯ ૭૮૪ ૧૦૮૩ ૦
૪ ૨૦૨૦ ૧૨૮૩ ૯૪૨ ૦
૫ ૨૦૨૧ ૧૫૩૬ ૧૩૯૫ ૦
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








