મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ)
કાંઠે ઊભીને કેવું રડ્યો હશે? જે જીવ ખોવા જળમાં પડ્યો હશે!
આ કોઈ અજ્ઞાત શાયરની લાઈન છે. પણ તેમાં જે પ્રશ્ન છે, એના જવાબની કલ્પના પણ ધ્રુજાવી નાખે તેવી હોય છે. થોડા દિવસ પહેલા જ ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં એક વૃદ્ધે જાહેરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે સ્થાનિકો અને રાહદારીઓએ ઘટનાનો વિડીયો બનાવીને પોતાનું ‘દુઃખ’ જાહેર કર્યું હતું. એવી જ એક ઘટના આજે સૌરાષ્ટ્રના જેતપુરમાં બની છે. એક યુવાને પણ જાહેરમાં ગળાફાંસો ખાઈને પોતાના જીવનનો અંત આણ્યો છે.
થોડા દિવસ પહેલા જ ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં એક વૃદ્ધે જાહેરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે સ્થાનિકો અને રાહદારીઓએ ઘટનાનો વિડીયો બનાવીને પોતાનું ‘દુઃખ’ જાહેર કર્યું હતું. એવી જ એક ઘટના આજે સૌરાષ્ટ્રના જેતપુરમાં બની છે. એક યુવાને પણ જાહેરમાં ગળાફાંસો ખાઈને પોતાના જીવનનો અંત આણ્યો છે.
જેતપુરમાંથી પસાર થતાં રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઈવે પરનો આ બનાવ છે. જેતપુરમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પર શુક્રવારે વહેલી સવારે એક યુવાનની લાશ લટકતી જોવા મળી હતી. એ યુવાને પોતાના શર્ટ વડે આપઘાત કર્યો હતો. રાહદારીઓને જાણ થતાં તેઓએ પોલીસ બોલાવી હતી. અત્યારે યુવકના મૃતદેહને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. તથા આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આત્મહત્યાનું કારણ હાલ પૂરતું જાણવા મળ્યું નથી. સ્થાનિકો પાસેથી મળેલી માહિતી મુજબ આ યુવાન ગુજરાત બહારથી રોટલો રળવા આવેલો હતો. અને અહીં મજૂરી કામ કરતો હતો.
એક બાજુ તંત્ર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. સાહેબ અને બાબુઓ રોડ શો કરવામાં મસ્ત છે. એવું બતાવવા માટે કે, અમે આગામી પાંચ વરસ તમારી ચિંતા કરીશું એ અમારું કામ છે. તમારી તકલીફો અને દુઃખ દર્દ દૂર કરીશું એ પણ અમારું કામ છે. પરંતુ જમીની વાસ્તવિકતા સાવ અલગ જ દેખાઈ રહી છે. જેતપુરના આ યુવકના જીવનની સમસ્યા શું હતી? એ તો સમય આવ્યે ખબર પડશે. પરંતુ અમદાવાદના એ વૃદ્ધના જીવનમાં શું તકલીફ હતી? જાણવા માટે જુઓ.
જાહેર રોડ પર મજબૂરી સામે જીવન હાર્યું અને દુનિયાએ વીડિયો કરી તમાશો જોયો: અમદાવાદ
અહેવાલ: સુરેશ ભાલિયા (જેતપુર)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








