નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ગુજરાત કોગ્રેસનાં (Gujarat Congress) પ્રમુખ પદે સાંસદ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) વરણી થયા બાદ કોગ્રેસમાં સતત ભરતીમેળા ચાલુ થયા છે. બીજી પાર્ટીના લોકો તેમજ કોગ્રેસ વિઘાનસભા ચૂટણી પહેલા પણ જે લોકોએ કોગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ગયા હતા, તેવા પણ કેટલાક લોકો શક્તિસિંહ ગોહિલ કોગ્રેસનાં પ્રમુખ બન્યા બાદ પાછા આવી રહ્યા છે. હવે શક્તિસિંહ ગોહિલે સંગઠનને મજબૂત કરવા કમર કસી છે. તેમજ આગામી સમયમાં ગુજરાત કોગ્રેસમાં મોટા ફેરફાર થશે અને જે ખાલી હોદ્દો ભોગવી રહ્યા છે અને જમીની સ્તરે સક્રીય નથી, તેમને હટાવવામાં આવશે તેવા સંકેતો ગઈ કાલે સાંજે રાજીવ ગાંધી ભવન ખાતે મળેલી જીલ્લા અને શહેર પ્રમુખોની મિંટીગમાં જણાવવામાં આવ્યું હતું.
રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે ગઈ કાલે સાંજે ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના પ્રમુખની હાજરીમાં બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “પક્ષમાં કામ કરનારને મહત્વ મળશે. નેતા આધારે નહીં પણ પક્ષની વિચારધારા માટે જે અસરકાર અને મજબૂતીથી કામ કરશે તેઓને મહત્વ આપવામાં આવશે. બદલાવ માટે તૈયાર રહેજો, કામ કરો નહીં તો હોદ્દો છોડવાની તૈયારી રાખો.” તેમના આ સંકેતથીએ સ્પષ્ટ થઇ ગયું છે કે, કામ કરશે તેનું સંગઠનમાં મહત્વ રહેશે. કામ ન કરનારાને પદ છોડવું પડશે. કામની વહેંચણી અને જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. સામાજીક અને રાજકીય કાર્યક્રમ કરવા અને જેમાં વધુમાં વધુ લોકો જોડાય તે જરૂરી છે. દરેક પ્રભારીએ પ્રવાસ કરવાનો છે અને લોકોને સક્રિય કરીને સંગઠનના કામમાં જોડવા પડશે. કોંગ્રેસ પક્ષના જુના માણસોને સક્રિય કરવા જરૂરી છે. બદલાવ દેખાશે, બદલવા માટે આપણે સૌએ તૈયારી રાખવી પડશે. તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે નેતાઓનું વ્યક્તિગત નામ લીધા વિના એ પણ સ્પષ્ટ કહ્યું હતું કે, “પક્ષમાં કામ કરનારા વ્યક્તિને જ મહત્વ મળશે. અત્યાર સુધી કેટલાક કિસ્સામાં કોંગ્રેસમાં નેતાઓની ચિઠ્ઠીઓના આધારે હોદ્દાઓની લ્હાણી થતી હતી, આ પદ્ધતિમાંથી હવે કોંગ્રેસ બહાર આવશે.”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








