Monday, June 29, 2026
HomeGeneralરાજકોટઃ એક તરફી પ્રેમીએ 'ચોકલેટ ડે' પર યુવતીની છેડતી કરી, 'વેલેન્ટાઇન્સ ડે'...

રાજકોટઃ એક તરફી પ્રેમીએ ‘ચોકલેટ ડે’ પર યુવતીની છેડતી કરી, ‘વેલેન્ટાઇન્સ ડે’ પર પાસા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: સામાન્ય રીતે વેલેન્ટાઇન ડે પ્રેમીઓનો દિવસ ગણવામાં આવે છે. વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી આખું એક વીક ચાલતી હોય છે, જેમાં યુગલો એક બીજા સાથે અલગ અલગ રીતે પોતાના પ્રેમની લાગણી વ્તક્ત કરે છે ત્યારે કેટલાક એક તરફી પ્રેમીઓ યુવતીઓની છેડતી પણ કરતાં હોય છે. રાજકોટમાં એક આવો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે ચોકલેટ ડે ઉપર એક યુવતીની છેડતી કરી હતી. ત્યારે બાદ ગઈ કાલે વેલેન્ટાઇન ડે ઉપર આ યુવકને રાજકોટ પોલીસ દ્વારા પાસામાં ઘકેલવામાં આવ્યો છે.



- Advertisement -

બજરંગવાડીમાં રહેતા અને ઢોસાના ખીરાનો વ્યવસાય કરતો રવિ લાલવાણી નામના યુવકે ચોકલેટ ડે પર એક યુવતીને જાહેરમાં ઊભી રાખીને પ્રપોઝ કરી હતી અને જો તેનું પ્રપોઝલ નહીં સ્વીકારે તો મારી નાખવાની ઘમકી આપી હતી અને બાથમાં પકડીને બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાના અનુસંધાનમાં યુવતીએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ પોલીસે આ યુવકની ધરપકડ કરીને તેની વિરુદ્ધ પોલીસે ધાક ઘમકી આપવી અને મહિલાની છેડતી કરીને તેની સાથે બિભસ્ત ચેનચાળા કરવા માટે IPC એક્ટ 354, 354 (ક), (ઘ) અને 506 (2) મુજબ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.

ત્યાર બાદ ગઇકાલે વેલેન્ટાઇન ડે ઉપર રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આ યુવક સામે પાસા અંતર્ગત વોરન્ટ કાઢ્યું હતું અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર દ્વારા તેને અમદાવાદ જેલમાં મોકલી આપ્યો હતો.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular