Thursday, October 29, 2026
HomeNational"પોલીસની લાઠીઓથી ડરશો નહીં, ભાજપ આ પ્રકારની હિંમત નહીં કરે", ચલો દિલ્હી...

“પોલીસની લાઠીઓથી ડરશો નહીં, ભાજપ આ પ્રકારની હિંમત નહીં કરે”, ચલો દિલ્હી રેલીમાં જોડાવાની રાહુલ ગાંધીની અપીલ

- Advertisement -

Chalo Dilli Ramlila March : ભારતીય ચૂંટણી પંચ SIR માં થયેલી ગરબડો બાદ શંકાના પરીઘમાં આવ્યું છે અને તેમાંય ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) પર જે આરોપ લાગ્યા છે તેને લઈને દેશભરમાં આંદોલન પર આંદોલન થઈ રહ્યાં છે. દિલ્હીના જંતર મંતર સહિત દેશમાં થયેલા આંદોલન બાદ ફરી એક વખત દિલ્હીના રામલીલા મેદાન ખાતે વિરોધ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માગ સાથે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ગુરુવારે દેશભરના વિદ્યાર્થીઓને ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પ્રદર્શનમાં જોડાવાની અપીલ કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ 1 નવેમ્બરે યોજાનારી રેલી માટે મહત્તમ લોકોને એકત્ર કરવા માટે રાજ્ય એકમો સાથે બેઠકો કરી રહ્યા છે. જેમાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) અને કેસી વેણુગોપાલનો સમાવેશ થાય છે.

સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો મેસેજ શેર કરીને લખ્યું છે કે “પોલીસની ચિંતા ના કરો, લાઠીઓથી ડરશો નહીં. ભાજપમાં આ પ્રકારની હરકત કરવાની હિંમત નહીં હોય. માર્ચમાં અમારી સાથે આવો. આપણે બંધારણ અને દેશની રક્ષા માટે સાથે મળીને ચાલીશું.” રાહુલ ગાંધી 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી ‘ચલો દિલ્હી રામલીલા માર્ચ’નું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે આ કોઈ એક રાજકીય પક્ષનું પ્રદર્શન નહીં હોય, પરંતુ તે તમામ લોકોનો સંયુક્ત વિરોધ હશે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારથી પરેશાન છે.

- Advertisement -

રાહુલ ગાંધીએ કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી. હું તમામ વિદ્યાર્થી સંગઠનોને અપીલ કરું છું કે તેઓ કોઈ પણ રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના અમારી સાથે જોડાઓ. જો તમને લાગે કે ભારત પર હુમલો થઈ રહ્યો છે, જો તમને લાગે કે તમારા પર, તમારી અભિવ્યક્તિ, તમારા વિચારો અને તમારી વિચારસરણી પર હુમલો થઇ રહ્યો છે તો અમારી સાથે જોડાઓ. તે એક શાનદાર કૂચ હશે અને દેશની આત્મા માટે હશે. હું ત્યાં તમને બધાને મળવાની રાહ જોઉં છું.

કોંગ્રેસની આગેવાની હેઠળનું ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ વોટચોરી અભિયાનને વધુ તીવ્ર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ અંતર્ગત શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રતીકાત્મક ‘જનતાની અદાલતમાં મહાભિયોગ’ કરવામાં આવશે. વહીવટીતંત્રે રામલીલા મેદાનમાં આ કાર્યક્રમની મંજૂરી આપી નથી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular