Monday, June 29, 2026
HomeGeneral'ભાઉના રાજમાં હોમટાઉન સંભાળી ન શકતા ગૃહમંત્રી રાજીનામું આપે'- હત્યાના બનાવો પછી...

‘ભાઉના રાજમાં હોમટાઉન સંભાળી ન શકતા ગૃહમંત્રી રાજીનામું આપે’- હત્યાના બનાવો પછી સુરતમાં લાગ્યા પોસ્ટર્સ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરત: સુરતમાં દિવસેને દિવસે વધતાં જતાં ક્રાઇમના કારણે સુરતના લોકોમાં રોશની લાગણી ઉગ્ર થતી જઈ રહી છે. સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની અમાનવીય હત્યા બાદ લોકોએ સુરતમાં પોતાની રોશની લાગણી અલગ અલગ સ્થળોએ ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધના પોસ્ટર લગાવીને વ્યક્ત કરી હતી. પોસ્ટરમાં હર્ષ સંઘવી અને સી આર પાટિલ વિરુદ્ધના સૂત્રો લખવામાં આવ્યા હતા. ‘ભાઉના રાજમાં હોમટાઉન સંભાળી ન શકતા ગૃહમંત્રી રાજીનામું આપે’ તેવી માગ આ પોસ્ટર્સ દ્વારા કરવામાં આવી હતી.


- Advertisement -

ગ્રીષ્માની હત્યા બાદ સુરતમાં વરછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં હર્ષ સંઘવી વિરુદ્ધના પોસ્ટર્સ લાગ્યા હતા. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત, ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે. ગઇકાલે રાત્રે આ પોસ્ટર્સ લાગવવામાં આવ્યા હતા. આ પોસ્ટર્સ કોણે લગાવ્યા તે હજુ સુધી જાણી શકયું નથી. છેલ્લા એક મહિના દરમિયાન સુરતમાં એક પછી એક સતત હત્યાના કિસ્સા સામે આવ્યા છે. આ હત્યાઓની શૃંખલાના કારણે જાણે સુરત ગુજરાતનું ક્રાઇમ સિટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

કહેવાય છે કે, કાશીનું મરણ અને સુરતનું જમણ પ્રખ્યાત છે, તેની જગ્યાએ સુરતમાં હત્યાઓના આ સિલસિલાના કારણે હવે સુરતનું મરણ પ્રખ્યાત થઈ રહ્યું છે જેના વિરોધમાં સુરતની જનતાએ આ પોસ્ટર લગાવ્યા હતા. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોમાં બંદૂકની નાળ પર અને ચાકુની અણીએ હત્યાઓ થઈ રહી છે જેના કારણે લોકોએ ગુજરાતનાં સત્તાપક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular