Saturday, May 23, 2026
HomeGujaratBJPના ધારાસભ્ય દળે ગુજરાતના મુખ્યમંત્રી માટે ભૂપેન્દ્ર પટેલના નામ પર લગાવી મહોર,...

BJPના ધારાસભ્ય દળે ગુજરાતના મુખ્યમંત્રી માટે ભૂપેન્દ્ર પટેલના નામ પર લગાવી મહોર, 12 ડિસેમ્બરે થશે શપથવિધિ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)માં પ્રચંડ બહુમત બાદ ભાજપ ફરી સરકાર બનાવી રહ્યું છે. ત્યારે આજરોજ ભાજપના ધારાસભ્યોની બેઠક ગાંધીનગર કમલમ ખાતે યોજાઈ હતી. જેમાં ભાજપ હાઈકમાન્ડે ગુજરાતમાં નિરીક્ષક તરીકે રાજનાથસિંહ સહિતના 3 નેતાઓ પહોંચ્યા હતા. જેમની હાજરીમાં મળેલી ધારસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી છે. ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ કનુ દેસાઈએ ધારાસભ્ય દળની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો જેને મનીષાબેન વકીલ, રમણ પાટકર, પૂર્ણેશ મોદી અને શંકર ચૌધરીએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.

આજરોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપના ચૂંટાયેલા 156 ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય હાઈકમાન્ડે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય આદિજાતિમંત્રી અર્જુન મુંડાની નિમણૂક કરી છે. જેમાં ધારાસભ્યોએ ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય ગૃહના નેતા તરીકે પસંદગી કરી હતી. ઔપચારીક રીતે થયેલી પ્રક્રિયામાં કનુ દેસાઈએ ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રજૂ કરતા જ મંજૂર થઈ ગયો હતો. હવે સરકાર રચવા માટે રાજ્યપાલ સમક્ષ દાવો કરવામાં આવશે અને મંત્રી મંડળની રચના અને સોગંદવિધિ માટે સમય મેળવવામાં આવશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં પ્રચંડજીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સમક્ષ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતુ. સાથે જ સરકાર રચવાનો દાવો કરતો પત્ર સોંપી ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે શનીવારે બપોરે 2 વાગ્યે રાજ્યપાલને મળવાનો સમય માગ્યો હતો. આગામી 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular