Saturday, April 18, 2026
HomeGeneralકોંગ્રેસમાં નરેશ પટેલની એન્ટ્રી પર ટ્વિસ્ટ, ખોડલધામ પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું

કોંગ્રેસમાં નરેશ પટેલની એન્ટ્રી પર ટ્વિસ્ટ, ખોડલધામ પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતના રાજકારણમાં રોજ-બરોજ નવો વળાંક આવતો દેખાઈ રહ્યો છે. ગઇકાલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાની વાત વહેતી થઈ હતી. જો કે તે અંગે કોઈ ચોક્કસ નિવેદેન સામે આવ્યું ન હતું. ત્યારે આજે ખોડલધામ ટ્રસ્ટના પ્રવકતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડવાની વાત ખોટી છે.



ગુજરાતમાં આગામી વિધાનસભા માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટીમાં સમાજના આગેવાનોને લાવવા માટેના પ્રયાસો ચાલુ કરી દીધા છે. તેવામાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને પોતાની પાર્ટીમાં જોડાવા માટે તમામ પક્ષ પ્રયત્ન કરી રહી છે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓએ તો જાહેરમાં નિવેદનો પણ આપી દીધા છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રીએ સમગ્ર પોરેશન પાર પાડ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં આજે નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવા અંગેની વાતને ખોટી ગણાવી હતી.

નરેશ પટલે કહ્યું છે કે હજી સુધી તેમણે કોઈને મળવા માટે ગયા નથી તેમણે તેમના ઘરે જ છે પણ હવે નિર્ણય લઈશ.., કોંગ્રેસમાં જોડાવા અંગેની વાતને પણ ખોટી ગણાવી હતી. સર્વે બાદ રાજકારણ અંગે નિર્ણય લઇશ. બીજી તરફ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશને લઈને ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત ખોટી છે, રાજકીય આગેવાનો પોત પોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય છે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular