Saturday, April 18, 2026
HomeGujaratકોંગ્રેસના સંપર્કમાં હોવા અંગે કુંવરજી બાવળિયાએ કર્યો આ ખુલાસોઃ કહ્યું ઈશ્વર તેમને...

કોંગ્રેસના સંપર્કમાં હોવા અંગે કુંવરજી બાવળિયાએ કર્યો આ ખુલાસોઃ કહ્યું ઈશ્વર તેમને સદબુદ્ધી આપે

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓને લઈને પક્ષપલટાની સીઝન શરૂ થઈ છે તેવા સમયમાં ભાજપના નેતા કુંવરજી બાવળીયા કોંગ્રેસના સંપર્કમાં હોવાનું અને કોંગ્રેસમાં ફરીથી જોડાશે તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે કુંવરજી બાવળીયાએ આ વાતોને માત્ર અફવાઓ હોવાનું કહી ફગાવી દીધી છે. તેમણે આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું અને અફવા ફેલાવનારાઓને સદબુદ્ધી મળે તેવું કહ્યું હતું.



- Advertisement -

તેમણે લખ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી સક્ષમ અને શીર્ષસ્થ નેતૃત્વથી પ્રભાવિત થઈ હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું અને હંમેશા માટે રહેવાનો છું. પાર્ટીએ મને આદરપૂર્વક ખૂબ મહત્વની એવી કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સોંપી જેના માટે હું પાર્ટીનો ખુબ આભારી છું. આ કાર્યકાળ દરમિયાન સૌને સાથે રાખીને નિષ્ઠા પૂર્વ અને કાર્યકાળથી પ્રમાણિક્તાથી પ્રજાહિતના કાર્યોને સુપેરે પાર પાડ્યા જેનો મને ગર્વ છે.

તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી મારા કોંગ્રેસમાં જોડાવાના પાયાવિહોણા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે જેમાં કોઈ તથ્ય નથી. ઈશ્વર આવી અફવાઓ ફેલાવનાર તત્વોને સદબુદ્ધી આપે તેવી મારી પ્રાથના.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular