Tuesday, June 30, 2026
HomeGeneralસુરજ ભુવાને અનાથ યુવતીનો વળતો જવાબ- મેં પૈસા માટે પ્રમ નથી કર્યો

સુરજ ભુવાને અનાથ યુવતીનો વળતો જવાબ- મેં પૈસા માટે પ્રમ નથી કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટઃ જુનાગઢની એક અનાથ યુવતીએ પોતાનું જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો જે પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસ ફરિયાદમાં યુવતીએ કહ્યું હતું કે જુનાગઢના સુરજ ભુવાજી નામના શખ્સે દસ મહિના સુધી તેના પર દુષ્કર્મ આચર્યા અને રોડ પર મુકી દીધી છે. જુનાગઢ પોલીસે સુરજ ભુવા સામે ફરિયાદ નોંધી. જોકે આ અંગે ભુવાએ થોડા જ દિવસ પહેલા સોશિયલ મીડિયા પર કહ્યું કે તે પૈસાની માગણી કરતી હતી, જેટલી શક્ય તેટલી તેની ઈચ્છાઓ પુરી કરી પરંતુ પછી મેં અંતર રાખ્યું. જોકે ભુવાના આ શબ્દો સામે અનાથ દીકરીએ કહ્યું કે, મેં પૈસા માટે પ્રેમ નથી કર્યો, મને ન્યાય અપાવજો અને ખોટા વ્યક્તિનો સાથ આપતા નહીં. મને બદનામ કરે છે.

- Advertisement -



આ ઘટનામાં ફરિયાદી યુવતીએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈ કહ્યું કે, હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં મને બદનામ કરવા મેં ફ્લેટ અને પૈસા માગ્યા છે તેવું કહેવાયું છે જે બીલકુલ ખોટી વાત છે. જો એવું જ હોત તો તેને મનાવવા હું અમદાવાદ ગઈ ન હોત. માફી માગી ન હોત, તેના પગે પડી ન હોત. પહેલા તેણે જ ફોન કર્યો હતો તેનો પુરાવો પણ મારી પાસે છે. મેં મેસેજ કર્યો કે મેં પૈસા માટે પ્રેમ કર્યો નથી, આથી આ બાબતથી પૈસા માટે મને મેસેજ ન કરતા. કોઈને પણ મેસેજ ન કરતા. મને ન્યાય અપાવજો, ખોટાનો સાથ આપતા નહીં. દસ મહિના હું તેની સાથે રહી, તેને ખબર હતી કે મારે માતા પિતા નથી છત્તા મને રોડ પર મુકી દીધી.

જુનાગઢ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે જુનાગઢના આ સુરત ભુવાજી નામના શખ્સે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દસ મહિના સુધી તેના પર દુષ્કર્મ આચર્યા અને ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ તરફ સુરજ ભુવાએ પણ સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા યુવતીના આક્ષેપો ખોટા હોવાનું કહ્યું હતું. તેની સામે હવે યુવતીએ વીડિયો થકી આ વ્યક્તિએ તેને છેતરી હોવાનું કહ્યું હતું. હવે જોવાનું એ છે કે પોલીસ સુરજની ધરપકડ કરી કોર્ટમાં આ કેસમાં કેવા પુરાવા રજુ કરે છે અને આખરે કોર્ટ આ કેસમાં બંને પૈકી ન્યાયનું પલડું કોની તરફ ઝુકાવે છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular