Tuesday, June 30, 2026
HomeGeneralઅમદાવાદઃ નારણપુરામાં ડમ્પિંગ સાઈટ? સ્થાનીકોએ કર્યો ચક્કાજામ, બસ રોકી, જાણો ડે. મેયરે...

અમદાવાદઃ નારણપુરામાં ડમ્પિંગ સાઈટ? સ્થાનીકોએ કર્યો ચક્કાજામ, બસ રોકી, જાણો ડે. મેયરે શું આપ્યો જવાબ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના નારણપુરા એઈસી ચાર રસ્તા પાસે અહીંના રહેવાસીઓએ ડમ્પિંગ સાઈટના પગલે વિરોધ પ્રદર્શન કર્યા હતા. ચક્કાજામ પણ કરી મુકતા પોલીસ અધિકારીઓ સહિતનું તંત્ર દોડતુ થઈ ગયું હતું અને સ્થાનીકોની સમજાવટ કરી હતી. છત્તાં અડધો કલાક સુધી તો લોકોએ રસ્તો જામ કરી નાખ્યો હતો. ભાજપના કોર્પોરેટર્સ પણ તેમની સમજાવટ કરવા કે મામલાનો ઉકેલ લાવવા હાજર ન રહેતા એએમસી હાય હાયના નારા લાગ્યા હતા.




ડે. મેયર ગીતાબહેન પટેલના નારણપુરા વોર્ડમાં આવેલી ડમ્પિંગ સાઈડને દુર કરવા સ્થાનીકો વિરોધ પ્રદર્શન કરવાના રસ્તે આવ્યા હતા. નારણપુરાના રહીશો અહીં છેલ્લા કેટલાક સમયથી કચરો નાખવામાં આવતો હોવાની પરેશાનીથી ત્રસ્ત હતા. આ મામલે તેમણે સ્થાનીક કાઉન્સિલર્સને કહ્યું હતું જોકે તેનો નિવેડો નહીં આવ્યો. અહીંના પ્રદુષણને કારણે ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોનો રોષ ભભૂક્યો હતો. જમીન અને વાયુ પ્રદુષ્ણની ત્રસ્ત જનતાએ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે અંતે તેમનો વિજય થોય અને ડે. મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય તેમજ કોર્પોરેટર એવા જયેશ પટેલ વિરોધ પુરો થતાં ડમ્પિંગ સાઈટ પર પહોંચ્યા હતા.

- Advertisement -

ગીતાબહેને કહ્યું કે, ઘણી વખત આ મામલે રજૂઆત કરી હતી પરંતુ કેટલાક ટેકનીકલ કારણોસર આ સમસ્યાથી લોકોને છૂટકારો આપીએ તેમાં વિક્ષેપ પડી રહ્યો હતો. આજે તેમણે વિરોધ પ્રદર્શન કર્યા છે. ગત અઠવાડિયે મળેલી સ્ટેન્ડિંગ કમિટિમાં આ અંગે ચર્ચા કરી અને ડમ્પસાઈટ દુર કરવા અમે વાત કરી હતી. તે સમસ્યાનું કામ કરતાં પહેલા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. હવે આ જગ્યા પરથી ઝડપથી કચરો દુર કરવામાં આવશે. જગ્યા પર એક દરવાજો પણ લગાવાઈ દેશે તથા દિવાલ પણ ચણી દેવાશે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular