નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટમાં (Rajkot) વર્ષ 2012માં લાંચ લેતા અધિકારીને આજે કોર્ટે સજા ફટકારી છે. મોરબી સેશન્સ કોર્ટે (Morbi Court) 10 વર્ષ પહેલાના ઈન્ક્મ ટેક્ષ અધિકારીના (Income Tax Officer) લાંચ કેસમાં (Bribery Case) 4 વર્ષની જેલ અને રૂપિયા 20 હજારનો દંડ ફટકાર્યો છે. જેતે સમયે અધિકારીએ ટીડીએસ રિફન્ડ આપવા બાબાતે ફરિયાદી પાસેથી લાંચની રકમ માગીને સ્વીકારતા ACBએ ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે આ કેસમાં 10 વર્ષે કોર્ટે ચુકાદો સંભળાવીને લાંચીયા અધિકારીની શાન ઠેકાણે લાવી દીધી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદીના પત્નિનું વર્ષ 2007-08ના વર્ષનું આઈ. ટી રિટર્ન વર્ષ 2008માં ભર્યું હતું. જેમાં ટી.ડી.એસ. રિફન્ડ લેવાનું થતું હોવાથી ફરિયાદીએ પોતાના પત્નીના નામની અરજી કરી હતી. પરંતું તે અંગે આયકર વિભાગમાંથી કાર્યવાહી થઈ ન હતી. જેથી ફરિયાદીને ઈન્કમ ટેક્ષના કર સહાયક મહેશકુમાર મીણાએ રૂબરુમાં બોલાવ્યા હતા. મહેશકુમારે રૂબરુમાં ફરિયાદીને બોલાવીને રીફન્ડની કાર્યવાહી કરવા માટે રૂપિયા 2000ની લાંચની માંગણી કરી હતી.
કર સહાયકે ફરિયાદી પાસેથી એડવાન્સમાં રૂપિયા 500 લઈ લીધા હતા. જ્યારે બાકી રહેતા રૂપિયા 1500ની માગણી કરવામાં આવતા ફરિયાદીએ ACBનો સંપર્ક કરીને આ અંગેની ફરિયાદ કરી હતી. જેથી ACBએ લાંચનું છટકું ગોઠવતા મહેશકુમાર લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો. ત્યારે આજે મોરબી સેશન્સ કોર્ટે આ કેસમાં આરોપી મહેશકુમાર મીણાને 4 વર્ષની કેદની સજા અને રૂપિયા 20 હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવવાનો કોર્ટે હુકમ કર્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








