Saturday, May 23, 2026
HomeGujaratRajkotકાયદો વ્યવસ્થાને ઘોળીને પી ગયેલા રાજકોટ ભાજપના યુવા નેતાને હવે જેલની હવા...

કાયદો વ્યવસ્થાને ઘોળીને પી ગયેલા રાજકોટ ભાજપના યુવા નેતાને હવે જેલની હવા ખાવી પડશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Firing Case: રાજકોટમાં (Rajkot) સત્તાના નશામાં ચકચૂર થયેલા યુવા સંગઠન મંત્રીની શાન ઠેકાણે આવી છે. જાહેરમાં બંદૂક દ્વારા ભડાકા કરી ફાયરિંગ (Firing) કરવાના ગુનામાં ભક્તિનગર પોલીસે (Bhaktinagar police) કરણ સોરઠિયાની ધરપકડ (Karan Sorathiya Arrest) કરી છે. પોલીસે તેની આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનનો ગુનો તેમજ હત્યાના પ્રયાસના ગુના સહિતની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આજે યુવા મંત્રી કરણ સોરઠિયાએ રાજકોટ મેટ્રો કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જે અરજીને કોર્ટે ફગાવી રાજકોટ સેન્ટ્રલ જેલ મોકલવાના આદેશ કર્યા છે. એટલે રોફ જમાવવા કરેલું ફાયરિંગ હવે યુવા નેતાને ભારે પડ્યું છે અને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : રાજકોટમાં દારૂના નશામાં ભાજપના મંત્રીએ કર્યા ભડાકા, પોલીસે બે ગુના નોંધી કરી ધરપકડ

- Advertisement -

મળતી વિગતો અનુસાર બુધવારની રાત્રે 9 વાગ્યા આસપાસ રાજકોટ શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે સુલભ શૌચાલય પર બબાલ થઈ હતી. શૌચાલયના કર્મચારીએ નવ વાગ્યાના અરસમાં શૌચાલય બંધ કરી દીધું હતું. જેથી ગુસ્સે ભરાયેલા કરણ સોરઠિયાએ કર્મચારી સાથે માથાકુટ કરી મારામારી કરી હતી. નજીવી બાબતે થયેલી આ બબાલમાં નશામાં ધૂત શહેર ભાજપના મંત્રી કરણ સોરઠિયાએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. આ મામલાની જાણ ભક્તિનગર પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંદૂક સાથે કરણ સોરઠિયાને ઝડપી પાડ્યો હતો. પોતે કાર આગળ મંત્રીનું બેનર લગાવી ફરતો હતો અને બંદૂક સાથે રાખી રોફ જમાવતો હતો.

સત્તાના નશામાં ધૂત બનેલો યુવા સંગઠન મંત્રી ફાયરિંગ કર્યા બાદ એ મદમાં હતો કે, આપણી સામે કાર્યવાહી કરવા વાળું કોણ છે. થોડી વારમાં પોલીસ સ્ટેશનમાંથી છૂટી જઈશું. આરોપીના માતા-પિતા પણ ભાજપના પૂર્વ કોર્પોરેટર હોવાનું સામે આવ્યુ છે. પરંતુ હાલ કોર્ટે આરોપીની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી છે, જેને લઈ યુવા નેતાને જેલના સળિયા ગણાવાની ફરજ પડી છે.

Tag: Rajkot BJYM Youth Leader Karan Sorathiya Firing Case

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular