નવજીવન ન્યૂઝ. મોરબી: ગુજરાતમાં દિવસેને દિવસે મહિલા સબંધિત ગુનાઓ ચિંતાજનક રીતે વઘી રહ્યા છે. ત્યારે વધુ એક કિશોરી પર દુષ્કર્મની ઘટના મોરબી (Morbi) જિલ્લાના ચિત્રોડી ગામમાંથી (Chitrodi Village) સામે આવી છે. જ્યાં મજૂરી કામ માટે આવેલા પરિવારની સગીરા પર બાજુની વાડીના માલિકે નજર બગાડી હવસનો શિકાર બનાવ્યાના અહેવાલ છે.
બનાવની વિગત એવી છે કે, મોરબી જિલ્લાના હળવદ (Halvad) ખાતે આવેલા ચિત્રોડીગામમાં ફરિયાદી ત્રણ વર્ષથી ખેતકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જે મૂળ પરિવાર ધડાગામ છોટા ઉદેપુરનો રહેવાસી છે. શ્રમિક પરિવાર ચિત્રોડીગામમાં રણજિતસિંહ ડોડિયાની વાડીમાં મજૂરી કામ માટે આવ્યો હતો. 6 જૂન દિવસે ફરિયાદી તેમના પતિ અને એક પુત્ર સાથે કોઈ કામ અર્થે બહાર ગઈ હતી. આ દરમિયાન તેમની 15 વર્ષીય કિશોરી અને બાળક જેને પગમાં ઈજા હોવાથી તે પથારીવશ હતો . ત્યારે બાજુમાં આવેલી વાડીના માલિક રત્ના ભીમા ભરવાડે કિશોરી વાડીમાં એકલી હોવાથી તે તકનો લાભ લઈ બાળકી પર નજર બગાડી હતી અને વાડીમાં ધૂસી આવી કિશોરીનો હાથ પકડી જબદસ્તીથી ઢસડી તેની વાડીમાં આવેલા એક બંધ રૂમમાં લઈ ગયો હતો અને કિશોરી પર દુષ્કર્મ આચાર્યું હતુ.
આ દરમિયાન કિશોરીએ બૂમાબમ કરી રહી હોય આરોપીએ બાળકીનું મોં દબાવી બંધ કરી દિધું હતું. પરંતુ ઓરડી નજીક મોટરસાયકલનો અવાજ આવતા આરોપી રત્ના ભરવાડ કપડા પહેરી નાસી ગયો હતો. બાદમાં બાળકી ઓરડીમાંથી રડતી-રડતી બહાર આવી હતી. દરમિયાન તેના માતા-પિતા ત્યાં પહોંચેલા હોય બાળકી પોતાની આપવિતી જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આ મામલે બાળકીના માતા-પિતાએ હળવદ પોલીસ સ્ટેશન (Halvad Police Station) ખાતે પહોંચી નરાધમ રત્ના ભીમા ભરવાડ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








