Monday, September 9, 2024
HomeGujaratRajkotરાજકોટમાં નશાના રવાડે ચડેલા પતિને પત્નીએ પૈસા ન આપતા કાસળ કાઢી નાંખ્યુ

રાજકોટમાં નશાના રવાડે ચડેલા પતિને પત્નીએ પૈસા ન આપતા કાસળ કાઢી નાંખ્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: ગુજરાતમાં ઘરકંકાસના કારણે હત્યા નિપજાવાની ઘટનાઓમા સતત વધારો થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે વધુ એક ઘરકંકાસમાં હત્યા નિપજાવી હોવાની ઘટના રાજકોટના (Rajkot) ખોડિયારપરા વિસ્તારમાંથી સામે આવી છે. વ્યસનના રવાડે ચડેલા પતિએ પોતાની પત્ની પાસેથી વ્યસન માટે પૈસા માગ્યા હતા. પરંતુ પત્નીએ પૈસા આપવાના ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ ઘરમાં રહેલી લોખંડની પાઈપ મહિલાના માથા ભાગે મારી હત્યા નિપજાવી હતી. આ ઘટનાની જાણ વિસ્તારમાં રહેતી મૃતક મહિલાની બહેનને થતાં થોરાળ પોલીસ સ્ટેશન (Thorala Police Station) ખાતે હત્યારા બનેવી સામે ફરિયાદ નોંધાવી છે. જ્યાં આરોપી પતિ હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં રહેતા અંજિલીબેનના લગ્ન ખોડિયારપરા વિસ્તારમાં રહેતા પુષ્પેન્દ્ર સાથે થયા હતા. પુષ્પેન્દ્ર કોઈ કામ ધંધો કરતો ન હતો, જેન લઇ અવાર-નવાર પૈસાને બાબતને લઈ ઘરમાં માથાકૂટ થતી હતી. ત્યારબાદ અંજિલ બેન પોતે મજૂરીકામ શરૂ કર્યુ હતુ. પુષ્પેન્દ્ર બેરોજગાર હોવાથી તે વ્યસનના રવાડે ચડેલો હતો. અવાર-નવાર પૈસા માટે પત્ની સાથે બબાલ કરતો હતો. ગતરોજ શુક્રવારે રાત્રિ 10 વાગ્યાના અરસામાં પતિ ઘરે આવ્યો હતો અને અંજિલબેન પાસેથી પૈસાની માગણી કરી હતી. જો કે અંજિલ બેને પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયલા પતિએ લોખંડની પાઈપના ફટકા માથના ભાગે માર્યા હતા. અંજિલબેનને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મોત નિપજ્યું હતું.

- Advertisement -

મૃતકની બહેન અમૃતા નિત્યક્રમ પ્રમાણે સવારે કોઈ કામ અર્થે તેને ઘરે પહોંચી હતી, બહેનની લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ જોતા ચોંકી ઉઠી હતી. સમ્રગ મામલે થોરાળ પોલીસને જાણ કરતા થોરાળ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો હતો. જેમાં મૃતકની બહેને તેના બનેવી જ હત્યા કરી હોવાની પોલીસે ફરિયાદ નોંધાવી છે, હાલ હત્યારો પતિ ફરાર છે. પોલીસે મૃતક મહિલાના પતિ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular