Friday, April 26, 2024
HomeGujaratRajkotપપ્પા હું મારા એક એક આંસુનો બદલો લઈશ 'આઈ હેટ યુ પાપા',...

પપ્પા હું મારા એક એક આંસુનો બદલો લઈશ ‘આઈ હેટ યુ પાપા’, વલોપાત સાથે ધોરાજીમાં દિકરીની આત્મહત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot Crime News: દીકરી વ્હાલનો દરિયો કહેવાય છે. પરંતુ રાજકોટના ધોરાજીમાં (Dhoraji) પિતાથી કંટાળીને એક દીકરીએ આપધાત (Girl Suicide)કર્યો હોવાની ઘટના સામે આવી છે. ધોરાજીમાં હોસ્ટેલમાં રહેતી ધોરણ 11ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને (Student committed Suicide) જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થીનીના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ (Suicide Note) પણ મળી હતી. જેમાં પોતાના પિતાના કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધોરાજીની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ આપધાત કરતાં પોલીસની ટીમે (Rajkot Police) સ્યુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.

Dhoraji Girl Student Suicide Note
Dhoraji Girl Student Suicide Note

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી રોયલ સ્કુલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપધાત કર્યો હતો. હોસ્ટેલના રૂમ નંબર 318માં વિદ્યાર્થીનીનો મૃતદેહ પંખે લટકતી હાલતમાં જોવા મળતા આ અંગેની જાણકારી પોલીસને કરવામાં આવતા ધોરાજી પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે રૂમની તલાસી લેતા ત્યાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેના મોતનું કારણ તેના પિતા હોવાનું લખ્યું હતું.

- Advertisement -

હોસ્ટેલના રૂમમાંથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘પપ્પા મારા મરવાનું એક જ કારણ છે અને એ છો તમે તમારાથી મને અતી નફરત થઈ ગઈ હતી, કેમ કે તમે મને ક્યારેય પોતાની દીકરી નહોતી સમજી, બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ તમને આવડતું, મારા મરવા પાછળ મને એક બાનો અફસોસ છે, જેને મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો, સોરી દાદી, આઈ હેટ યુ પાપા, મા જ્યારે તું યાદ કરીશ ત્યારે તારી સાથે હોઈશ, મા મને માફ કરી દેજો કેમકે આટલા ટેન્શનમાં હુ જીવી શકું તેમ નથી, મા મારી આત્માને ક્યારેય શાંતિ નહી મળે, મારા એક એક આંસુનો હું બદલો લઈશ.’

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular