નવજીવન ન્યૂઝ. રાજકોટ : Crime in Rajkot : રાજકોટ શહેરમાં (Rajkot City) જાહેરમાં દારૂ (Liquor) અને દાદાગીરી જાણે સામાન્ય બની ગઈ હોય તેમ ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે શહેર પોલીસ (Rajkot City Police) કડક થઈ હોવાનું બતાવવા કાર્યવાહી કરી રહી છે અને તેના આંકડા તો શરમમાં મુકી દે તેવા છે. જો રાજકોટ શહેર પોલીસના સત્તાવાર આંકડાની વાત કરવામાં આવે તો ગતરોજ સાંજથી આજરોજ 12 માર્ચની વહેલી સવાર સુધીમાં પોલીસ ચોપડે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, ગેરકાયદેસર હથિયાર, અને દારૂ જેવા કેસોની (liquor Cases) ભરમાર જોવા મળી છે. આ આંકડાઓ ચાડી ખાય છે કે રાજકોટમાં (Rajkot) કાયદો અને વ્યવસ્થાની કડી ખોરવાઈ રહી છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા તારીખ 11 અને 12 માર્ચની માત્ર 12 કલાકમાં 21 ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં ડિન્ક એન્ડ ડ્રાઈવ, હથિયાર અને દારૂ પીવા સહિતના ગુના સામેલ છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કુલ 21 માંથી 8 ગુના દારૂ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના છે. વળી જો વાત કરવામાં આવે ગેરકાયદેસર હથિયારની તો 4 ગુના ગેરકાયદેસર હથિયારા નોંધાયા છે. બાકી દુષ્કર્મ, હત્યા અને મકાન કમિશનરના જાહેરનામાના ભંગના ગુના નોંધાયેલા છે. તો આ વાત પરથી સમજી શકાય છે કે રાજકોટમાં અસામાજીક તત્વો કેટલી હદે દારૂ અને હથિયાર મામલે બેફામ બન્યા છે.
આમ ઉપરોક્ત 12 કલાકના આંકડા પરથી જ સમજી શકાય છે કે રાજકોટ શહેરમાં અસામાજીક તત્વો બેખૌફ બન્યા છે. જ્યારે પોલીસ કાર્યવાહીના નામે માત્ર ડ્રાઈવ ચલાવી અને થોડા દિવસ કાર્યવાહી કરી ફરીથી જૈસે થેની માફક નિંદ્રામાં સરી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં તાજેતરમાં જ લગ્ન પ્રસંગમાં બેફામ દારૂ, તેમજ જાહેર માર્ગ પર દારૂડીયાઓના ડિંગલ અને નિર્દોષ પ્રજાના વાહનમાં તોડફોડ સહિતની ઘટનાઓ સામે આવી ચૂકી છે. એટલું જ નહીં એક કિસ્સામાં તો રોડ બંધ કરી જન્મદિવસ ઉજવી રહેલા યુવકોએ તો પોલીસ સાથે પણ ઘર્ષણ કરી પોલીસને પડકાર આપ્યો હતો.
આમ રાજકોટની સ્થિતી બાબતે શહેરીજનોમાં ચિંતા જોવા મળી રહી છે. જેના કારણે લોકમાગણી ઉઠવા પામી છે કે પોલીસ ડ્રાઈવના તરકટ છોડી ખરેખર આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી દારૂ, જુગાર અને મારામારીની ઘટનાઓને કાબુમાં રાખે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








