Monday, February 17, 2025
HomeNationalરાજસ્થાન સરકારે છેલ્લા 10 દિવસમાં 450 શાળાઓને લગાવ્યા તાળા, આપ્યું આ કારણ

રાજસ્થાન સરકારે છેલ્લા 10 દિવસમાં 450 શાળાઓને લગાવ્યા તાળા, આપ્યું આ કારણ

- Advertisement -

ધ્રુવ સોલંકી (નવજીવન ન્યૂઝ. રાજસ્થાન): રાજસ્થાનની (Rajasthan) ભાજપ સરકાર છેલ્લા કેટલાક દિવસોથી એક નિર્ણયના કારણે ચર્ચાનો વિષય બની છે. રાજસ્થાન સરકારે છેલ્લા 10 દિવસમાં 190 પ્રાથમિક શાળા અને 260 માધ્યમિક શાળા સહિત 450 સરકારી શાળાને (School) બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાંથી 260 સરકારી સ્કૂલ બંધ કરવાનો આદેશ માધ્યમિક શિક્ષણ નિયામક આશિષ મોદી દ્વારા આપવામાં આવ્યો છે. આ બંધ થનારી તમામ શાળા હિન્દી માધ્યમની છે.

મળતી માહિતી અનુસાર, ભાજપ (BJP) સરકાર દ્વારા રાજસ્થાનમાં છેલ્લા 10 દિવસમાં 450 સરકારી શાળાને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિકાનેરનાં ભાજપના ધારાસભ્ય અંશુમન સિંહ ભાટીના ઘરની પાસે આવેલી કન્યા શાળાને પણ બંધ કરી દેવામાં આવી છે. શાળા એક જ પરિસરમાં 2 શાળાનું સંચાલન કરતી હતી એટલે તેને બંધ કરીને કુમાર શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. આ નિર્ણયનો સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. કારણ કે, આ શાળામાં આશરે 300 વિધાર્થિનીઓ અભ્યાસ કરે છે. આ 450 સરકારી શાળાઓમાં જયપુર, અજમેર, પાલી, બ્યાવર, બિકાનેર, હનુમાનગઢ, ઉદયપુર અને જોધપુરની શાળાઓનો સમાવેશ થાય છે. આમ પ્રાથમિક શિક્ષણની 9 શાળાઓને તેની નજીકની ઉચ્ચતર માધ્યમિક શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. જોકે, અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી શાળા બંધ કરવામાં આવી નથી.

- Advertisement -

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરનું કહેવું છે કે, કોંગ્રેસ સરકારે સમજ્યા વિચાર્યા વિના ચૂંટણી જીતવા માટે શાળાઓ ખોલી દીધી હતી, જ્યાં ન તો બાળકો છે અને ન તો શિક્ષકો છે. આવી શાળામાં બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. બાળકોના સારા ભણતર માટે સ્કૂલ બંધ કરવામાં આવી છે અને અમુક શાળાઓની બીજી શાળાઓમાં મર્જ કરી દેવામાં આવી છે. એક જ પરિસરમાં ત્રણ-ત્રણ શાળા સંચાલિત થઈ રહી હતી, એવામાં ત્રણ શાળાને મર્જ કરીને એક બનાવી દેવાામાં આવી છે. જેથી, બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે અને ત્યાં શિક્ષક પણ હાજર હોય.

સરકારી શાળાઓને મર્જ કરવાના નિર્ણય મુદ્દે નેતા પ્રતિપક્ષ ટીકારામ જુલીએ રાજસ્થાન સરકાર પર પ્રહારો કર્યા છે. સરકારી શાળાઓને મર્જ કરવાના નિર્ણય મુદ્દે નેતા પ્રતિપક્ષ ટીકારામ જૂલીએ કહ્યું કે, સરકારની શિક્ષણ નીતિ ગરીબ અને કમજોર વર્ગના બાળકોને શિક્ષાથી વંચિત કરવાની છે. શાળાને બંધ કરવાનો નિર્ણય અત્યંત નિંદનીય છે. સરકાર શાળાને બંધ કરવાની જગ્યાએ તેમાં સુધારો અને વિસ્તાર પર ધ્યાન આપે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular