Wednesday, June 24, 2026
HomeGeneralરાજસ્થાન: CM ગેહલોતના ભાઈના ઘરે CBIના દરોડા, પોટાશ કૌભાંડ પર કાર્યવાહી

રાજસ્થાન: CM ગેહલોતના ભાઈના ઘરે CBIના દરોડા, પોટાશ કૌભાંડ પર કાર્યવાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજસ્થાન: CBIએ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે દરોડા પાડ્યા. આ પહેલા EDએ અગ્રસેન ગેહલોતના ઘરે દરોડા પાડ્યા હતા. CBIની આ કાર્યવાહીને અશોક ગેહલોત દ્વારા દિલ્હીમાં રાહુલ ગાંધીના વિરોધ સાથે જોડવામાં આવી રહી છે.



મીડિયા રિપોર્ટ્સ અનુસાર CBIની ટીમ શુક્રવારે સવારે CM ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે પહોંચી હતી. આ ટીમમાં પાંચ અધિકારીઓ દિલ્હીના અને પાંચ અધિકારીઓ જોધપુરના છે. હાલ ટીમના સભ્યો તપાસમાં લાગેલા છે. જ્યારે અગ્રસેન ગેહલોત ઘરે છે. CBIની એક ટીમ પાવટા સ્થિત તેમની દુકાન પર પણ પહોંચી ગઈ છે.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા 2012-13માં પોટાશ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ED અનુસાર, અગ્રસેન ગેહલોતની કંપની અનુપમ કૃષિ તેની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં મ્યુરિએટ ઓફ પોટાશ (MOP) ખાતરની નિકાસમાં સામેલ હતી. ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) MOP ની નિકાસ કરે છે અને ખેડૂતોને સબસિડી પર વેચે છે. અગ્રસેન ગેહલોત IPLના અધિકૃત ડીલર હતા.



2007 અને 2009 ની વચ્ચે, તેમની કંપનીએ સબસિડી દરે MOP ખરીદ્યું. તેને ખેડૂતોને વેચવાને બદલે નફા માટે અન્ય કંપનીને વેચી દેવામાં આવી હતી. તે કંપનીઓ ઔદ્યોગિક મીઠાના નામે MOP મલેશિયા અને સિંગાપોર લઈ ગઈ. આ કેસની તપાસ EDમાં પેન્ડિંગ છે. આ કેસમાં કસ્ટમ વિભાગે અગ્રસેનની કંપની પર લગભગ 5.46 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. ED પણ આ મામલાની તપાસ કરી રહી છે. તે જ સમયે, હાઈકોર્ટે ED સંબંધિત કેસમાં અગ્રસેન ગેહલોતની ધરપકડ પર રોક લગાવી દીધી હતી. હવે CBIએ આ કેસમાં તપાસ શરૂ કરી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular