નવજીવન ન્યૂઝ. દ્વારકા: ગુજરાતમાં ઘણા આરોપીઓ કોર્ટમાંથી જમીન મેળવીને ભાગી ગયા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. દેવભૂમિ દ્વારકામાં પણ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જે છેલ્લા 10 વર્ષથી જમીન મેળવીને ભાગતો ફરતો હતો. દસ વર્ષ પહેલા આચરેલા ગુનામાં જામીન મેળવ્યા બાદ ભાગતો ફરતો હતો. આરોપી જામીન પર છુટીને સાધુનો વેશ ધારણ કરી છુપાતો ફરતો હતો. પોલીસે આ સાધુ વેશમાં રહેલા આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, વર્ષ 2012માં દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રજનીકાંત ઉર્ફે રાજેશ મનજી નકુમ વિરૂધ્ધ હત્યાની ધમકી અને એટ્રોસિટી જેવા આરોપ મુજબ ગુનો દાખલ થયો હતો. આ આરોપી રજનીકાંત કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ ખરેખર ફિલ્મી રજનીકાંતની માફક વેશભૂષા બદલીને ભાગતો ફરતો હતો. ગુના મુજબ કોર્ટમાં ચાલી રહેલા કેસ મદ્દે પણ આરોપી હાજર નહીં થતો હોવાને કારણે રજનીકાંતને નાસતા ફરતા આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન આરોપીની શોધખોળમાં લાગેલી SOGની ટીમને બાતમી મળી હતી કે, છેલ્લા 10 વર્ષથી ફરાર આરોપી રજનીકાંત સાધુનો વેશ ધારણ કરી ફરી રહ્યો છે. આરોપી રજનીકાંત ઉર્ફે રાજેશ મનજી નકુમે સાધુ જેવા કપડા ધારણ કરવા સાથે નામ પણ સાધુ જેવું ‘રાજેન્દ્રગીરી’ ધારણ કર્યું હતું. ચોક્કસ બાતમીના આધારે SOGએ દ્વારકાના રબારી ગેટમાં સાધુના પહેરવેશમાં રહેલા આરોપીની અટકાયત કરી વોરંટની બજવણી કરી હતી અને કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











