નવજીવન ન્યૂઝ.મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકીય ધમાસાણ વચ્ચે હવે વિશ્વાસના પ્રસાતાવથી પહેલા રવિવારે એકનાથ શિંદે જુથને મોટી ઉપલબ્ધી મળી છે, તે દરમિયાનમાં વિધાનસભાના બોલાવાયેલા ખાસ સત્રમાં ભાજપના રાહુલ નાર્વેકરને સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓને 164 મત મળ્યા છે જ્યારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જુથ)ના ઉમેદવાર રાજન સાલવીને 107 મત મળ્યા છે. સમાજવાદી પાર્ટીના બંને ધારાસભ્યો અને એઆઈએમઆઈએમના ધારાસભ્યએ કોઈના પણ પક્ષમાં મતદાન કર્યું નથી.
તેવામાં નવા સ્પીકર તરીકે નક્કી થયેલા રાહુલ નાર્વેકર અંગે આવો જાણીએ. 45 વર્ષના રાહુલ નાર્વેકરે વર્ષ 2019માં મુંબઈના કોલાબા બેઠકથી વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. તેઓ પહેલા શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ એનસીપી નેતા રામરાજે નાઈક-નિંબાલકરના જમાઈ છે, જે મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ પણ છે. વર્ષ 2014માં પાર્ટી છોડ્યા પહેલા તે શિવસેનાની યૂથ વિંગના પ્રવક્તા પણ હતા. શિવસેના પછી તે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જતા રહ્યા હતા.
રાહુલ નાર્વેકર વર્ષ 2014માં લોકસભા ચૂંટણી એનસીપીની ટિકિટ સાથે માલવથી લડી ચુક્યા હતા પરંતુ ત્યાં તેમને જીત મળી નહતી. તે સમયે તે શિવસેનાના શ્રીરંગ અપ્પા બાર્નેથી હારી ગયા હતા. નાર્વેકર 2019ના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીથી પહેલા ભાજપમાં શામેલ થઈ ગયા હતા. તેમણે કોંગ્રેસના અશોક જગતાપને હરાવી કોલાબાથી વિધાનસભા ચૂંટણી જીતી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












