Wednesday, April 22, 2026
HomeGeneralઅમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, પેટ અને માથામાં ગોળી મારી

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, પેટ અને માથામાં ગોળી મારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાંથી વિદેશ જઈને વસેલા લોકો ઉપર હુમલો થયો હોય તેવી ધટનાઓ ઘણી વાર સામે આવતી રહેતી હોય છે. ત્યારે અમેરિકાથી વધુ એક આવી ઘટના સામે આવી છે. મૂળ સુરતના અને અમેરિકામાં સ્થાયી થયેલા 69 વર્ષીય જગદીશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જગદીશ પટેલ 2007થી અમેરિકામાં સ્થાયી થયા છે ત્યાં એક મોટેલમાં જ્યારે તેમણે ઓફિસમાં બેઠા હતા તે સમયે મોટેલમાં રોકાયેલા એક ગ્રાહક સાથે માથાકૂટ થતાં તેણે ગોળી મારી દીધી હતી.



ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ જ્યારે 25 જૂન શનિવારની રાતે તેમણે મોટેલની ઓફિસમાં બેઠા હતા તે દરમિયાન મોટેલના રૂમમાં રહેતા ડાર્નેલ બ્રાઉન નામના એક વ્યક્તિએ ઓફિસમાં આવીને જગદીશ પટેલ સાથે માથાકૂટ કરી હતી અને ત્યાર બાદ આ વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં જગદીશ પટેલને એક ગોળી પેટમાં અને એક ગોળી માથાના ભાગ ઉપર વાગી હતી, ત્યાર બાદ મોટેલના સ્ટાફ દ્વારા તેમણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

સ્ટાફના માણસોએ જણાવ્યુ હતું કે આરોપી ડાર્નેલ બ્રાઉન 2 દિવસથી મોટેલમાં રોકાયાઓ હતો, અને મોટેલનું ભાડું ચૂકવવા માટે તેને જગદીશ પટેલ સાથે માથાકૂટ થઈ હતી અને ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જગદીશ પટેલ 2007થી અમેરિકામાં સ્થાયી થયા છે અને તેમનો પુત્ર અને પુત્રવધૂ શિકાગોમાં ડૉક્ટર છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular