Saturday, June 3, 2023
HomeGujaratSuratરાહુલ ગાંધી દોષિત ઠર્યા, 'મોદી અટક'ના નિવેદન મામલે સુરત કોર્ટનો ચૂકાદો

રાહુલ ગાંધી દોષિત ઠર્યા, ‘મોદી અટક’ના નિવેદન મામલે સુરત કોર્ટનો ચૂકાદો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Rahul Gandhi defamation Case: રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના બેંગલુરૂના કોલારમાં આપેલા વિવાદિત નિવેદનને પગલે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ (Purnesh Modi) રાહુલ ગાંધી (Rahul Gandhi)વિરૂધ્ધ માનહાનીની ફરિયાદ (Defamation Case) નોંધાવી હતી. જે ફરિયાદનો કેસ સુરત સેસન્સ કોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે અને આજરોજ સુરતની કોર્ટે ચૂકાદો (Surat Court Verdict) સંભળાવ્યો છે. સુરત સેસન્સ કોર્ટે રાહુલ ગાંધીએ કરેલી ‘મોદી અટક’ (Modi Surname) અંગેની ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. આ ચૂકાદો આવતાની સાથે જ રાજ્યમાં સહિત દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

બધા ચોરની અટક… કેમ ?

ઘટનાની વિગત એવી છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગત લોકસભાની ચૂંટણી સમયે કર્ણાટકના કોલારમાં એક જાહેરસભામાં વિવાદિત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે ભાજપ સરકારને આડેહાથ લેતા કહ્યું હતું કે, ‘બધા ચોરની અટક મોદી કેમ છે.’ રાહુલના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકીય નિવેદન તેજ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા હતા. બાદમાં ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી પર માનહાનીની ફોજદારી ફરિયાદ કરવામાં આવી હતી. સુરતમાં કરવામાં આવેલી આ ફરિયાદનો કેસ સુરત સેસન્સ કોર્ટ સમક્ષ ચાલી રહ્યો હતો. જે મામલો સુરત કોર્ટે આજરોજ ચૂકાદો સંભળાવી રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા છે.

- Advertisement -

શું થઈ સજા?

મહત્વની વાત છે કે સુરતના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એચ.એસ. વર્માની કોર્ટ સમક્ષ બંને પક્ષોની લાંબી દલીલો ચાલી હતી. ગત શુક્રવારે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને બાદમાં કોર્ટે ચૂકાદો જાહેર કરવા માટે 23 માર્ચની તારખી જાહેર મુકરર કરી હતી. જેના પગલે આજરોજ સુરત સેસન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરતો ચૂકાદો આજરોજ સંભળાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીને IPCની કલમ 504 હેઠળ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જે કલમની જોગવાઈ મુજબ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની કેદની સજા સંભળાવી છે. સાથે જ કોર્ટે રાહુલ ગાંધી પક્ષેથી જામીનની માગણી કરવામાં આવતા તેમના જામીન મંજૂર રાખ્યા છે. રાહુલ ગાંધી પક્ષે જામીન માટે દલીલ કરવામાં આવી હતી કે તેઓ દેશની લોકસભાના સભ્ય હોય તેમને જામીન મળવા જોઈએ.
દિગ્ગજ નેતાઓ પહોંચ્યા સુરત

સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી પહોંચવાના હોય આજરોજ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પ્રભારી રઘુ શર્મા અને અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ સુરત પહોંચી ગયા હતા. સાથે જ રાહુલ ગાંધીના આગમનને પગલે સુરતમાં કોંગ્રેસ દ્વારા સ્વાગત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ તકે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને માત્ર રાજકીય કિન્નાખોરી રાખી પરેશાન કરવામાં આવ્યા છે. આ પહેલા પણ આ પ્રકારે તેમને પરેશાન કરવામાં આવ્યા છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ ન હોય અમે હજુ રાહુલ ગાંધી અને કાર્યકર્તાઓ સાથેના કોઈ કાર્યક્રમ નક્કી કર્યા નથી. અમે આ પ્રકારના કેસમાં ન્યાય મળે તેવી અપેક્ષા રાખીએ છીએ.

TAG: Surat Court Verdict, Rahul Gandhi defamation Case, Modi Surname Controversy

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular