Saturday, June 3, 2023
HomeGujaratAhmedabadપેરોલ જમ્પ કરી નાસતો ફરતો અમદાવાદની સાબરમતી જેલનો કેદી ઝડપાયો

પેરોલ જમ્પ કરી નાસતો ફરતો અમદાવાદની સાબરમતી જેલનો કેદી ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) દ્વારા પેરોલ પર જેલમાંથી મુક્ત થઈ નાસી ગયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેદી જગદીશ પરમાર પર તેમના પત્ની હેતલબેન દ્વારા ભરણ પોષણનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસ મામલે કોર્ટે ચૂકાદો સંભળાવી રૂપિયા 2 લાખ 88 હજાર ભરણ પોષણ ચૂકવવા આદેશ કર્યો હતો. આ રકમની ચૂકવણી નહીં થતા જગદીશ પરમારને અમદાવાદની (Ahmedabad) સાબરમતી જેલમાં (Sabarmati Jail) ધકેલવામાં આવ્યો હતો.

ઘટનાની વિગત એવી છે કે અમદાવાદની ફેમીલી કોર્ટ સમક્ષ હેતલબેન દ્વારા તેમના પતિ જગદીશ વિરૂધ્ધ ભરણ પોષણની ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ મામલે કોર્ટે પતિ જગદીશને રૂપિયા 2 લાખ 88 હજાર ભરણ પોષણ પેટે પત્નીને ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આ રકમ ચૂકવી નહીં શકતા જગદીશને કોર્ટે 1230 દિવસની જેલની સજા ફટકારી હતી. જે મામલે જગદીશ અમદાવાદની સાબમતી જેલમાં બંધ હતો. પરંતુ કોર્ટે આરોપીની ગુજરાત હાઈકોર્ટે પેરોલ મંજૂર કરતા આરોપી 19 માર્ચ 2023 સુધી જેલ મુક્ત થયો હતો. પરંતુ આરોપી નિર્ધારીત તારીખે જેલમાં હાજર નહીં થતા પોલીસે જગદીશની શોધખોળ શરૂ કરી હતી.

- Advertisement -

જગદીશની શોધખોળમાં રહેલી બાતમી મળી હતી કે પરોલ જમ્પ કરી નાસતો ફરતો કેદી જગદીશ પરમાર હાટકેશ્વર બ્રીજ નીચેની તરફ હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો કરી કેદી જગદીશને ઝડપી પાડ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular