Thursday, June 4, 2026
HomeGeneralપંજાબના બરતરફ કરાયેલા આરોગ્ય મંત્રી વિજય સિંગલાની ધરપકડ

પંજાબના બરતરફ કરાયેલા આરોગ્ય મંત્રી વિજય સિંગલાની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ચંદીગઢ: પંજાબના સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને તેમના પદ પરથી હટાવ્યા બાદ હવે તેમની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના આરોપ બાદ આજે ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ વિજય સિંગલાની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને થોડા સમય પહેલા જ સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને પદ પરથી હટાવ્યા હતા અને પોલીસને પણ તેમની વિરુદ્ધ કેસ નોંધવાની સૂચના આપવામાં આવી હતી. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.



પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને મંગળવારે કહ્યું કે તેમણે રાજ્યના કેબિનેટમાંથી આરોગ્ય પ્રધાન વિજય સિંગલાને હટાવ્યા છે. માને કહ્યું કે સિંગલાએ ટેન્ડરોમાં કથિત રીતે એક ટકા કમિશનની માગણી કરી હોવાની માહિતી મળ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો હતો. એક વીડિયો સંદેશમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, હું મંત્રી સામે કડક કાર્યવાહી કરી રહ્યો છું. હું તેમને કેબિનેટમાંથી હટાવી રહ્યો છું.” માનએ દાવો કર્યો હતો કે સિંગલાએ ખોટું કર્યું હોવાનું સ્વીકાર્યું છે.

તે જ સમયે, AAP પાર્ટીએ કહ્યું કે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ અનુસાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે તેમની પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જે ભ્રષ્ટાચારના આધારે પોતાના પ્રિયજનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઈમાનદારી, હિંમત અને પ્રામાણિકતા ધરાવે છે. અમે દિલ્હીમાં જોયું, હવે પંજાબમાં જોઈ રહ્યા છીએ.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAP પાર્ટીને જોરદાર જીત મળી હતી. જે બાદ ભગવંત માનને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. AAP પાર્ટી અને ભગવંત માને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યમાંથી ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. આ સાથે જ ભ્રષ્ટાચારના આરોપી મંત્રીની ધરપકડ કરવામાં આવી છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular