નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં ગોવિંદ પટેલના લેટર બોબ્મ બાદ રાજકોટના પોલીસ કમિશનર પર અનેક તોડબાજીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો કે રાજ્યના ગૃહમંત્રીને પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. રાજકોટ કમિશનર સામે તપાસના આદેશ છૂટ્યા બાદ તેમને રાજકોટ પોલીસ કમિશનરના પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા.
રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંગ પટેલે ગત ફેબ્રુઆરીમાં રાજકોટ પોલીસ કમિશનર સામે લેટર લખીને રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે તેમણે રાજ્ય ગૃહમંત્રીને પણ પત્ર લખીને જાણ કરી હતી. જો કે ધારાસભ્યના લેટર બાદ ભોગ બનનારમાં પણ હિમ્મત આવી ગઈ હતી અને મીડિયા સમક્ષ આવીને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે તોડપાણીના આક્ષેપો મૂક્યા હતા. અંતે રાજકોટ પોલીસ કમિશનર વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે આ તાપસમાં શું થયું તે આજ દિન સુધી સામે આવ્યું નથી.
આખરે 4 મહિનાથી ખાલી પડેલો અને કંલંકિત થયેલો રાજકોટ પોલીસ કમિશનરનો તાજ આજે IPS રાજુ ભાર્ગવના શિરે આવ્યો છે. રાજુ ભાર્ગવ 1995 બેચના IPS અધિકારી છે. થોડા સમય અગાઉ તેઓ કેન્દ્રનાં ડેપ્યુટેશનમાંથી પરત ફર્યા હતા. અને અત્યાર સુધી આર્મ્સ યુનિટનાં વડા તરીકે કાર્યરત હતા. ત્યારે હવે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરની મહત્વની જવાબદારી IPS રાજુ ભાર્ગવને સોંપવામાં આવી છે. IPS રાજુ ભાર્ગવને રાજકોટના પોલીસ કમિશનર નિયુક્ત કરાતા તેમની ખાલી પડેલી જગ્યા અધિક પોલીસ મહાનિદેશક (હથિયારી એકમ) અને અધિક પોલીસ મહાનિદેશ્ક(ટેકનિકલ સર્વિસીઝ અને એસ.સી.આર.બી)નો વધારોનો હવાલો IPS પ્રફુલ્લાકુમાર રોશનને સોંપવામાં આવ્યો છે. પ્રફુલ્લાકુમાર રોશન 1996ની બેચના IPS અધિકારી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











