નવજીવન ન્યૂઝ. જામનગરઃ Jamnagar News : મોલ, હોટેલ કે રેસ્ટોરાન્ટના લેડિઝ વોસરૂમ કે ટ્રાયલ રૂમમાં સ્પાય કેમેરા લગાવીને મહિલાઓ પર નજર રાખતા હોવાની અનેક ઘટના અગાઉ સામે આવેલી છે. ત્યારે જામનગરની એક બેંકમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. જામનગરની (Jamnagar) પંજાબ નેશનલ બેંકમાં (Punjab National Bank) મહિલા વોશરૂમમાંથી સ્પાય કેમેરો (Spy Camera in ladies washroom) મળી આવ્યો છે. જોકે આ લેડિઝ વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવાનાર બીજુ કોઈ નહીં પરંતું તે જ બેંકનો ઈન્ચાર્જ મેનેજર હતો. વિકૃત બેંક મેનેજરની કરતુત બહાર આવતા બેંકમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે બેંકમાં ફરજ બજાવતા મહિલાએ તેમના જ સ્ટાફના ઈન્ચાર્જ મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, જામનગરમાં GIDC ફેઝ-3 નજીક આવેલી દરેડની પંજાબ બેંકની શાખામાં મહિલા વોશરૂમમાંથી સ્પાય કેમેરા મળી આવ્યા છે. બેંકમાં ફરજ બજાવતા મહિલાકર્મી ગત 10 ઓગસ્ટે બેંકમાં આવ્યા હતા. ત્યારે તેમણે વોસરૂમમાં ગયા હતા. આ દરમિયાન તેમને વોશરૂમના દરવાજાની ઉપર દિવાલ પર ખાડા જેવુ જોવા મળ્યું હતું. જેમાં તપાસ કરતાં એક સ્પાય કેમેરો મળી આવ્યો હતો. બેંકના મેનેજર ઈન્દ્રનીલ ભટ્ટાચાર્ય એક અઠવાડીયાની રજા પર હોવાથી મેનેજરના ચાર્જમાં ડેપ્યુટી મેનેજર તરીકે અખિલેશ સૈનીને બેંક મેનેજરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
જેથી મહિલા કર્મી સ્પાય કેમેરો લઈને ઈન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની પાસે પહોંચ્યા હતા. મહિલા કર્મીએ સ્પાય કેમેરો કોણે લગાવ્યો છે તે અંગે વાત કરતાં અખિલેશએ કોઈ જવાબ આપ્યો ન હતો. જેથી મહિલા કર્મીએ આ અંગેની જાણ HRD હેડને જાણ કરવાની વાત કરીને તેમના કેબીનમાં જતાં રહ્યા હતા. જોકે થોડી જ વારમાં મહિલાની કેબીનમાં અખિલેશ આવીને મહિલાના પગ પાસે બેસી ગયો હતો અને પોતે જ કેમેરો લગાવ્યો હોવાનું જણાવીને માફ કરી દો તેવું જણાવ્યું હતું. મહિલા કર્મીએ આ કેમેરા અંગે અગાઉ તેમની બ્રાંચમાં નોકરી કરી ગયેલા સાથી સંજય મીણા અને પ્રદિપકુમાર સીંઘ તેમની બ્રાંચમાં આવી પહોંચ્યા હતા. તેઓએ અખિલેશને સ્પાય કેમેરા અંગે પુછતા અખિલેશએ પોતે આ કેમેરા લગાવ્યા હોવાનું સ્વિકાર્યું હતું. ત્યારબાદ સ્પાય કેમેરો અને મેમરી કાર્ડ મહિલાની નજરની સામે જ તોડી નાખવામાં આવ્યું હતું. મહિલા કર્મીએ પોતાની બદનામીની બીકે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતું આ અંગેની જાણ તેમના પતિને કરતાં પતિએ આ પ્રકારનો બનાવ બીજા સાથે ન બને તે માટે ફરિયાદ તો કરવી જોઈએ તેમ જણાવીને મહિલા કર્મીને હિંમત આપી હતી. જેથી મહિલા કર્મીએ ઈન્ચાર્જ મેનેજર અખિલેશ સામે જામનગર પંચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








