નવજીવન ન્યૂઝ.અમૃતસરઃ પંજાબના અમૃતસરના મજીઠા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે ત્રણ ગામોમાં ચીચીયારીઓ ગુંજી ગઈ. જાણકારી સામે આવી છે કે ઝેરીલો દારુ પીવાને કારણે 14 લોકોના મોત થઈ ગયા અને હજુ ઘણા લોકો ગંભીર હાલતમાં છે.
પંજાબના મજીઠા વિધાનસભા વિસ્તારના ગામો ભંગાલી, ધરીએવાલ અને મરાડી કલાંમાં લઠ્ઠાકાંડ (Amritsar Hooch Tragedy) થયાને પગલે તાંડવ મચી ગયો છે. ઝેરીલો દારુ પીવાને કારણે 14 વ્યક્તિના મોત થઈ ગયા છે. ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. 14 વ્યક્તિના મૃત્યુથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ પંજાબમાં ત્રણ વર્ષમાં ચોથી મોટી લઠ્ઠાકાંડની ઘટના છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે મજીઠા જશે. માનએ આ ઘટના પર કહ્યું કે મજીઠાની આસપાસના ગામોમાં ઝેરીલો દારુ પીવાથી ઘણા લોકોના મોતની દુખદ જાણકારી મળી છે. માસૂમ લોકોના આ હત્યારાઓને કોઈપણ ભોગે છોડવામાં આવશે નહીં. આ મોત નથી કત્લ છે. ઝેરીલી દારુથી લોકોના ઘરમાં માતમનો માહોલ બનાવવા વાળા આ દોષિતોને કાયદા પ્રમાણે સખ્તથી સખ્ત સજા આપવામાં આવશે. હું પરમાત્મા દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાથના કરું છું. સરકાર પીડિત પરિવારો સાથે ઊભી છે અને સંભવ મદદ કરવામાં આવશે.
એસએસપી અમૃતસર મનિંદર સિંહે કહ્યું કે કાલે રાત્રે અંદાજે 9.30 કલાકે સૂચના મળી કે નકલી દારુ પીવાને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. અમે તુરંત કાર્યવાહી કરી અને ચાર લોકોને ઝડપી પાડ્યા છે. અમે મુખ્ય સપ્લાયર પરબજીત સિંહને ઝડપી પાડ્યો છે. અમે તેની પૂછપરછ કરી અને કિંગપિન સપ્લાયર સહાબ સિંહ અંગે જાણકારી મેળવી. અમે તેને પણ ઝડપી પાડ્યો છે. અમે આ અંગે તપાસ કરી રહ્યા છે કે, તેણે કઈ કઈ કંપનીઓ પાસેથી દારુ લીધો હતો.
આરોપીઓમાં કુરબીર સિંહ ઉર્ફ જગ્ગૂ (મુખ્ય આરોપી પ્રભજીતનો ભાઈ), સાહિબ સિંહ ઉર્ફ સરાય (રહે મારડ઼ી કલાં) ગુરજંટ સિંહ, નિંદર કૌર પત્ની જીતા તરીકે ઓળખ થઈ છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








