નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)માં રજૂ થયેલા કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર(Code Of Criminal Procedure) બિલ પર રાષ્ટ્રપતિ(President Of India)એ મંજૂરીની મહોર મારી છે. જેથી હવે ગુજરાતમાં કલમ 144નું ઉલ્લંઘન કરી વિરોધ પ્રદર્શન કે દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. ઉલ્લેખનીય છે કે આ બિલ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021માં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ બિલને રાષ્ટ્રપિતની મંજૂરીની મહોર મળતા પોલીસ પ્રદર્શનકર્તા અને ધરણા પ્રદર્શન કરનાર વિરૂધ્ધ આઈપીસીની કલમ 188 હેઠલ પોલીસ કાર્યવાહી હાથ ધરી શકાય છે.
ગુજરાત રાજ્યમાં કલમ 144નો ભંગ કરી પ્રદર્શન અને દેખાવ કરનાર સામે ગુનો નોંધવા માટે પોલીસને સત્તા મળી જશે. કારણ કે, ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021માં રજૂ કરેલા કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર કોડને રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી છે. આ બિલને મંજૂરી મળતા હવે ગુજરાત પોલીસ સીઆરપીસીની કલમ 144ના ઉલ્લંઘન કરી ધરણા કરતા લોકો સામે આઈપીસીની કલમ 188 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી શકે છે.
મહત્વની વાત છે કે કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર કોડને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા પોલીસ પ્રદર્શનકારી વિરૂધ્ધ પગલા લેશે તો કોર્ટ અવમાનનાનો કેસ પણ નહીં નોંધી શકે. ઉપરાંત સરકાર વિરોધી પ્રદર્શન મામલે પોલીસ ખુદ ફરિયાદી બની કાર્યવાહી કરી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








