નવજીવન ન્યૂઝ. અમદાવાદ : ઉતરાણયનો સમય નજીક આવતા જ પતંગની દોરીથી થતા અકસ્માતોની સંખ્યા વધતી જોવા મળતી રહી છે. ઉત્તરાયણને હજી 10 દિવસની વાર છે ત્યાં તો રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પતંગની દોરીના કારણે કેટલાક લોકોના ગળા કપાવાની ઘટના સામે આવી ચૂકી છે. ચાઈનીઝ દોરીનો મામલો ગુજરાત હાઈકોર્ટ(Gujarat High Court)માં પહોંચતા હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. જેના પગલે ચાઈનીઝ દોરીને લઈને પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં ચાઈનીઝ દોરીનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પોલીસે ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 900 ચાઈનીઝ રીલનો જથ્થો ઝડપ્યો છે. પોલીસ દાણીલીમડા વિસ્તારના ફરીદા એપાર્ટમેન્ટના ઢાબા પરથી પોલીસે માહિતીની આધારે દરોડો પાડતા ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે મહોમ્મદ કૈફ શેખ અને મોઈન નામના વ્યક્તિની ધકપકડ કરી છે. પોલીસે આરોપીઓ કોની પાસેથી ચાઈનીઝ દોરીનો જથ્થો લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.
બીજી બાજુ અમરાઈવાડી અને સરદારનગર વિસ્તારમાં પણ ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે સરદારનગર વિસ્તારમાં ઘરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર વ્યક્તિ પોલીસને જોઈને ફરાર થઈ જતાં પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અમદાવાદમાં ત્રણ જગ્યા પરથી પકડાયેલા ચાઈનીઝ દોરીને મકાનના ઘાબા પર છુપાવવાની મોડસ ઓપરેંડી અપનાવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરીથી રાહદારીઓના ગળા તો કપાતા જ હોય છે, પરંતુ ચાઈનીઝ દોરી વાપરનારાને પણ ચેચવાની જરૂર છે. કારણે કે ચાઈનીઝ દોરી વીજ તારને અડે તો કરંટ પણ લાગી શકે છે. જેથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કલેક્ટરને રજૂઆત કરી હતી અને ચાઈનીઝ દોરી વાપરનારા સામે કાર્યવાહી કરવામાં માગ કરવામાં કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








