Monday, January 20, 2025
HomeGujaratGandhinagarTRB જવાનોને ફરજમુક્ત કરવાનો નિર્ણય મોકૂફ, 6,000થી વધુને છુટા કરવાનો હતો આદેશ

TRB જવાનોને ફરજમુક્ત કરવાનો નિર્ણય મોકૂફ, 6,000થી વધુને છુટા કરવાનો હતો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ TRB jawans issue Gujarat : તાજેતરમાં ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયએ (DGP Vikas Sahay) આદેશ કરતાં 6 હજારથી વધુ TRB જવાનોની નોકરી જોખમમાં મુકાઈ હતી. પોલીસ વડાના આદેશ પ્રમાણે 10 નવેમ્બર, 2023થી 31 માર્ચ, 2024 સુધીમાં આ જવાનોને ફરજમુક્ત કરવાનો તખતો ઘડાયા હતા. જેને લઈને TRB જવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેથી TRB જવાનોએ ગુજરાતમાં ઠેર-ઠેર વિરોધ નોંધાવ્યો હતો અને આંદોલનની ચિંમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે આજે ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા આ નિર્ણયને લઈને યૂ ટર્ન લીધો છે.

ગુજરાત પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં રહેલા કુલ 9000 TRB જવાનોમાંથી 1100 જવાનનાં 10 વર્ષ પૂરાં થઈ ગયાં હોવાથી 30 નવેમ્બર, 2023ના રોજ છૂટા કરવામાં આવશે. 3000 જવાનને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવાથી 31 ડિસેમ્બર, 2023ના રોજ ફરજમુક્ત કરવામાં આવશે, સાથે જ 2300 TRB જવાનોને 3 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોય તેમને 31 માર્ચ, 2024ના રોજ છૂટા કરવામાં આવશે. આ પરિપત્ર જાહેર કરવામાં આવતા ગુજરાતના જુદા-જુદા શહેરોમાં TRB જવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- Advertisement -

TRB જવાનનો મામલો ગરમાતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં બેઠક મળી હતી. જેમાં ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય અને કે. કૈલાશનાથન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બીજી તરફ પંચમહાલમાં સાંસદ રતનસિંહ રાઠોડના નિવાસસ્થાન લુણાવાડાના કડાછલ ગામે નવા વર્ષ નિમિતે સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન સી. આર. પાટીલે મીડિયા સમક્ષ TRB જવાન અંગે સાંજ સુધીમાં સારા સમાચાર મળશે તેવું જણાવ્યું હતું. જોકે સાંજ પડતાની સાથે જ ગુજરાત પોલીસ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થા માટે સેવા આપી રહેલા ટ્રાફિક બ્રિગેડના સદસ્યોને તબક્કાવાર મુક્ત કરવા હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમ અંગે ફેરવિચારણા કરીને હુકમની અમલવારી મોકુફ રાખવામાં આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular