Friday, November 8, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદઃ સિમકાર્ડ બંધ થયું અને લાખો રૂપિયા બીજાના ખાતામાં ઉડવા લાગ્યા

અમદાવાદઃ સિમકાર્ડ બંધ થયું અને લાખો રૂપિયા બીજાના ખાતામાં ઉડવા લાગ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ટેક્નોલોજીના યુગ સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસ માટે પડકાર બની રહ્યો છે. સાયબર ગઠિયાઓ નવી-નવી મોડસ ઓપરેન્ડી વાપરીને લોકો સાથે છેતરપિંડી (Fraud) કરતાં હોવાની ફરિયાદો સતત સામે આવી રહી છે. ડિજીટલ ઈન્ડિયામાં બેંક ખાતાઓ તો સુરક્ષિત રહ્યા નથી. પરંતું હવે સિમ કાર્ડ પણ સુરક્ષિત રહ્યા નથી. જેથી સાયબર ગઠિયા સિમ કાર્ડ બંધ કરાવીને બેંક ખાતુ સાફ કરી રહ્યા છે. આ જ પ્રકારની એક ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં (Ahmedabad Cyber Crime Branch) નોંઘાઈ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતા વેપારી કલ્પેશ શાહ વિટ્રાગ ફોમ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે. આ કંપનીના બેંક એકાઉન્ટનો રજિસ્ટર્ડ ફોન નંબર અચાનક જ બંધ થઈ ગયો હતો. સીમ કાર્ડ બંધ થતાં કલ્પેશે વોડાફોન કંપનીમાં પુછપરછ કરતાં એક યુવકે સીમ કાર્ડ ટેમ્પરરી બંધ કરાવ્યું હોવાનું જણાવા મળ્યું હતું. આથી કલ્પેશએ ફરીથી કંપનીના રજિસ્ટર્ડ નંબરનું સીમકાર્ડ ચાલુ કરાવ્યું હતું. સીમ કાર્ડ ચાલુ કરતાની સાથે જ તેમના નંબર પર મેસેજ આવ્યો હતો. આ મેસેજ રૂપિયા 38 લાખ ટ્રાન્સફર થયાનો હતો. થોડીવાર બાદ બીજો એક મેસેજ મળે છે, જે રૂપિયા 41.70 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનો હતો.

- Advertisement -

બેંક એકાઉન્ટમાંથી આપમેળે પૈસા ટ્રાન્સફર થતાં કલ્પેશ અમદાવાદ સાયબાર ક્રાઈમ બ્રાંચ પહોંચ્યો હતો અને સમગ્ર બાબતની જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ બ્રાંચે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીને ટેકનીકલ એનાલીસના આધારે મહારાષ્ટ્રના પુના ખાતેથી ગૌતમ ગોપાલચંદ્ર મુખરજી નામના આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલો આરોપી ટેક્નોલોજીમાં નિષ્ણાત છે અને BCA સુધીનો અભ્યાસ કર્યો છે. તે પુનામાં Incedo technology Solution Ltd. કંપનીમાં ફલોર એકઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે. આ આરોપી સાયબર ફ્રોડ કેસમાં માસ્ટ માઈન્ડ છે. જે પોતાના સાગરીતો સાથે મળીને અમદાવાદના યુવકનું કંપનીના રજિસ્ટર સીમ કાર્ડ સીમ સ્વેપ કરીને બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

આરોપીએ પહેલા 38 લાખ અને ત્યાર બાદ 41.70 લાખ આમ કુલ 80 લાખની ઠગાઈ કરી હતી. આમાંથી કેટલીક રકમ wazirx કંપનીમાં નાખી USD ખરીદ કરવા ટ્રાન્સફર કર્યા બાદ બીટકોઈનમાં રોકાણ કરી દીધા હતા. 80 લાખના ઠગાઈ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમની સતર્કતાના કારણે 50 લાખ રૂપિયા ફ્રીઝ કરીને ફરિયાદી યુવકને પરત કર્યા છે. સમગ્ર બનાવમાં વોડાફોન કંપનીના કોઈ કર્મચારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. હવે પીડિતને સાયબર ટ્રિબ્યુનલ દ્વારા વળતર મેળવવામાં મદદ કરાશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular