Monday, February 17, 2025
HomeGujaratપોલીસે દારૂ તો પકડ્યો પણ તપાસ કરતાં જ એવો ભાંડો ફૂટ્યો કે...

પોલીસે દારૂ તો પકડ્યો પણ તપાસ કરતાં જ એવો ભાંડો ફૂટ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટા ઉદેપુર: આમ તો ગુજરાતમાં કાગળ પર દારૂબંધીની વાત કરવામાં આવે છે. ખરેખર ગાંધીનું ગુજરાત દારૂબંધી ધરાવે છે? એ તો એક વેધક સવાલ છે. કારણ કે ગુજરાતમાં રોજ લાખો કરોડો રૂપિયાનો દારૂ બુટલેગરો પાસેથી પકડવામાં આવે છે. દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોને પકડવાની જવાબદારી પોલીસની છે, પણ જ્યારે પોલીસ જ બુટલેગર બનીને દારૂની હેરાફેરી કરે ત્યારે ગુજરાત દારૂમુક્ત કઈ રીતે બની શકે? ત્યારે છોટા ઉદેપુરમાં (Chhota Udaipur) પોલીસકર્મી દ્વારા જ દારૂની હેરાફેરી (Liquor Smuggling) કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, છોટા ઉદેપુરમાં નસવાડી પંથકમાં પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા બે બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બુટલેગરોને ઝડપી તપાસ કરી કે આરોપીઓ કોણ છે અને વિદેશી દારૂ ક્યાંથી લાવી રહ્યા છે ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વિદેશી દારૂની હેરાફેરી કરનાર બીજું કોઈ નહીં પરંતુ નડિયાદ SRP ગ્રૂપમાં ફરજ બજાવતો પોલીસકર્મી મહિપાલસિંહ જાડેજા છે. તેમજ પોલીસે તેની સાથે દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગર દીપકસિંહ સોલંકીની પણ ધરપકડ કરી હતી. પોલીસ જ દારૂ પકડે અને પોલીસ જ બુટલેગર બનીને દારૂની હેરાફેરી કરે ત્યારે ગાંધીનું ગુજરાત દારૂમુક્ત છે તે વાતો પોકળ હોવાની સાક્ષી પૂરે છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસમાં પોલીસે પકડેલો દારૂ જ્યારે પોલીસ સ્ટેશનમાં રાખવામા આવ્યો હોય અને પોલીસકર્મી દ્વારા જ તેની ચોરી કરવામાં આવી હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે હવે પોલીસ સ્ટેશનમાં રાખવામા આવેલો દારૂ પણ નાશ કરવાના સમય સુધી સલામત રહેશે કે કેમ તે એક યક્ષ પ્રશ્ન છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular