નવજીવન ન્યૂઝ. પોરબંદર: Porbandar Crime News: આપણી જીવન સફરમાં અનેક વાર એવાં પડાવ આવતા હોય છે જેમાં આપણે આપણી પસંદ-નાપસંદ, ગમા-અણગમાને બાજુ પર રાખીને સંબંધને મહત્ત્વ આપવાનું હોય છે. આવા નાજુક સમયે નિર્ણય લેવો અઘરો હોય છે. એટલો અઘરો કે, ક્યારેક ખોટો નિર્ણય માણસના જીવનને અણધાર્યા વળાંક પર લાવીને ઊભો કરી દે છે. આવું જ બન્યું છે પોરબંદરના (Porbandar) બે યુવાન મિત્રોના (Friends) જીવનમાં. એક દવાખાનાના અને બીજો કાયદાના સકંજામાં આવીને ઊભો છે.
પોરબંદરનાં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતો યુવક વિવેક કાનકિયા શનિવારે પોતાના ઘરે હતો. એ સમયે એનો મિત્ર નરસિંહ ભદ્રેજા તેને મળવા આવ્યો. આવીને તરત જ પૂછ્યું કે, તું પેલા સાથે કેમ સંબંધ રાખે છે? એમ કહી વિવેકને અને તેના માતા-પિતાને ગાળો ભાંડવાની શરૂ કરી. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાત વણસી ગઈ અને ઉશ્કેરાયેલા નરસિંહે પોતાના જ મિત્ર વિવેકને છરી વડે ઘાયલ કરી દીધો. વિવેકને માથામાં અને હાથમાં ગંભીર ઇજા થતાં પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઇજાગ્રસ્ત વિવેકે એક ન્યૂઝ ચેનલને જણાવ્યાં મુજબ નરસિંહ જે માણસને પસંદ નહોતો કરતો, તે માણસ સાથે વિવેકે સંબંધ ચાલુ રાખ્યો હોવાને કારણે નરસિંહ ઉશ્કેરાયો હતો. નરસિંહને ખબર પડી કે, પેલો માણસ વિવેકને મળવા વિવેકના ઘરે પણ આવે છે એટલે આ સમગ્ર મામલો ઊભો થયો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








