Thursday, August 27, 2026
HomeGujaratપોલીસના હપ્તારાજથી કંટાળ્યાઃ મેઘરજના ફેરિયાઓએ રોજના 200 હપ્તો માગનારાઓ સામે આ રીતે...

પોલીસના હપ્તારાજથી કંટાળ્યાઃ મેઘરજના ફેરિયાઓએ રોજના 200 હપ્તો માગનારાઓ સામે આ રીતે રોષ ઠાલવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સતત તોડ અને હપ્તારાજમાં રચ્યા પચ્યા રહેતા હોવાથી લોક આક્રોશ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં રોડ સાઈડમાં ઉભા રહેતા લારી-ગલ્લાવાળાઓને ધંધો કરવા માટે પોલીસ હપ્તા માંગતી હોવાના આક્ષેપ સાથે શાકભાજી અને ફ્રૂટના ફેરિયાઓએ રોડ પર શાકભાજી-ફ્રૂટ ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો. ફેરિયાઓએ જિલ્લા પોલીસવડાને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી.



મેઘરજ નગરમાં રોજનું રોજ કમાઈ ખાતા ફેરિયાઓ પોલીસતંત્રના રંજાડથી તોબા પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રોડ સાઈડ ઉભા રહેતા ફેરિયાઓ પાસેથી પોલીસે દૈનિક ૨૦૦ રૂપિયાના હપ્તાની માંગણી કરવામાં આવી રહી હોવાની સાથે હપ્તો ન આપનાર ફેરિયાઓ અને લારી ગલ્લાઓવાળા ધંધાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરતા મેઘરજ પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે.

મેઘરજ નગરમાં રોડ સાઈડ ઉભા રહેતા ફેરિયાઓએ પોલીસની સતત હેરાનગતીનો અનોખી રીતે વિરોધ કરી રોડ પર શાકભાજી ઠાલવી દીધી હતી. ફેરિયાઓના જણાવ્યા અનુસાર વહેલી સવારે મોડાસાથી શાકભાજી અને અન્ય માલસામાન લાવી વેચાણ કરી આખો દિવસ ઉભા રહી માંડ ત્રણસો ચારસો રૂપિયા મળતા જીવનનિર્વાહ ચલાવીએ છીએ છેલ્લા કેટલાક સમયથી પોલીસ વાળા અમારી પાસે દૈનીક ૨૦૦ રૂપિયા આપો તો જ ધંધો કરવા દઈએ કહી હપ્તો માંગતા હોવાનો આક્ષેપ કરી પોલીસની દાદાગીરીથી ત્રાસેલા ફેરિયાઓએ ધંધો બંધ કરી તેમના બૈરાં છોકરા સાહેબના ઘરે મૂકી આવીએ તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો. શાકભાજી વેચતા ફેરિયાઓએ રોડ પર શાકભાજીની લારીઓ ઉંધી કરી દેતા રોડ પર શાકભાજીના ઢગલા ખડકાયા હતા. લોકોના ટોળેટોળા ઉમટતા મેઘરજ પોલીસ દોડી આવી હતી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular