Monday, June 29, 2026
HomeGujaratશામળાજી : પોલીસે આઈ-20 કારમાંથી 84 હજારથી વધુનો દારૂ ઝડપ્યો, બુટલેગર ફરાર

શામળાજી : પોલીસે આઈ-20 કારમાંથી 84 હજારથી વધુનો દારૂ ઝડપ્યો, બુટલેગર ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલએ ધામા નાખતા છેલ્લા કેટલાક સમયથી અગમ્ય કારણોસર સુસુપ્ત અવસ્થામાં રહેલ જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની સખ્ત અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે. શામળાજી પોલીસે સતત બીજા દિવસે આઈ-૨૦ કારમાંથી ૮૪ હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું હતું કાર ચાલક બુટલેગર પોલીસ ચેકીંગ જોઈ કાર રોડ પર મૂકી રફુચક્કર થઇ ગયો હતો.

શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂની ઘૂસણખોરી અટકાવવા સઘન પેટ્રોલિંગ હાથધર્યું છે. શામળાજી પોલીસે રાણી-ઓડ ગામની સીમમાં નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા આઈ-૨૦ કારમાં વિદેશી દારૂની ખેપ મારી રહેલ બુટલેગર ગભરાઈ જતા કાર રોડ પર મૂકી નાસી છૂટતા શામળાજી પોલીસે આઈ-૨૦ કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-૫૫૨ કીં.રૂ.84888/- તેમજ કાર તેમજ બે મોબાઈલ મળી ૩.૮૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular